૪ વર્ષની બાળકીનો ડિજિટલ રેપ કરનાર આરોપીને ૨૦ વર્ષની જેલની સજા

0
8

સજાની સાથે-સાથે ૫૦ હજારનો દંડ પણ ફટકાર્યો
ગુડગાંવ,તા.૧૨
ગુડગાંવમાં બે વર્ષ પહેલાં એક ચાર વર્ષની બાળકીનો ‘ડિજીટલ રેપ’ કરવાના આરોપીને ૨૦ વર્ષ જેલની સજા સંભળાઇ છે. આરોપી શહેરની એક જાણીતી ખાનગી સ્કૂલમાં કંડકટરનું કામ કરતો હતો. કોર્ટે કેજીમાં અભ્યાસ કરતી માસૂમ બાળકીના ડિજીટલ રેપના આરોપમાં તેને ૨૦ વર્ષની સજા આપી અને સાથો સાથ ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
કિસ્સો આૅગસ્ટ, ૨૦૧૬નો છે જ્યારે બાળકી સ્કૂલ બસમાંથી ઘરે પાછી ફરી રહી હતી. કંડકટરે તેની સાથે યૌન શોષણ કર્યું. ઘટનાની માહિતી બાદ પેરેન્ટ્‌સ ગુસ્સે થયા અને તેમને પ્રદર્શન કર્યું. સોશિયલ મીડિયા પર બાળકોની સુરક્ષાને લઇ કેમ્પેઇન ચલાવ્યું.
સોમવારના રોજ સાજનું એલાન કરતાં એડિશનલ સેશન્સ જજ રજની યાદવે પાક્સો એકટની અંતર્ગત કંડકટરને દોષિત ગણાવ્યા અને ડિજિટલ રેપના કેસમાં આટલી મોટી સજા સંભળાવી. તેની સાથે જ આ કેસ એ કેટલાંક મામલામાં સામેલ થઇ ગયો જેમાં ડિજિટલ રેપના આરોપીને મોટી સજા મળી હોય. કંડકટર આૅગસ્ટ ૨૦૧૬થી જેલના સળિયા પાછળ છે અને ત્યાં સુધી જેલમાં રહેશે જ્યાં સુધી તેની સજા પૂરી ના થાય. કોર્ટના મતે જા તેઓ દંડની રકમ ચૂકવશે નહીં તો તેમને ૬ વર્ષ સુધી જેલમાં જ રહેવું પડશે.
કેસ અંગે માહિતી આપતા આસિસ્ટન્ટ સરકારી વકીલ વિનોદ કુમારે કહ્યું કે પેરેન્ટસની ફરિયાદ પ્રમાણે કંડકટર બાળકીની બગલમાં બેઠો હતોસ અને તેની સાથે ખોટી હરકત કરી રહ્યો હતો. જેવી બસ ઘરની પાસે પહોંચી તેને ડ્રોપ કરી દીધી. બીજા દિવસે બાળકીને જાઘમાં દર્દ થવાની ફરિયાદ કરી તો તેને ડાકટર પાસે લઇ જવા પર યૌન શોષણ અંગે ખબર પડી. બાળકીને પૂછયું તો તેને સ્કૂલ બસમાં બનેલી ઘટના અંગે કહ્યું.
ત્યારબાદ પેરેન્ટ્‌સ પોલીસની પાસે પહોંચ્યા. પોલીસના મતે આરોપી કંડકટર મૂળ પશ્ચિમ બંગાળનો છે અને વારદાતના થોડાંક દિવસ પહેલાં જ તેને કંડકટરનુ કામ કરવાનું શરૂ કર્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY