મુંબઈ,તા.૧૨
દિવસભરના કામકાજને પગલે સંવેદી સૂચક આંકમાં ૬૦૦થી વધું પોઈન્ટનો ઉછાળો જાવા મળ્યો હતો. બીએસસી સૂચક આંક બુધવારે ૬૨૯.૦૯ પોઈન્ટ ઉંચકાઈને એટલે કે ૧.૭૭ ટકાની તેજી સાથે ૩૫૭૭૯.૦૭ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ૧૮૮.૪૫ પોઈન્ટ પર એટલે કે ૦.૩૦ ટકાની તેજી સાથે ૧૦૭૩૭.૬૦ બંધ થયો.
વિધાનસભાની ચૂંટણીના પરિણામોને લઈને શેરબજારે ભારે પરિપક્વતાનું પ્રદર્શન કર્યું છે. ત્રણ મોટાં પ્રદેશોમાં ભાજપ સત્તામાંથી બહાર જવા છતાં બુધવારે ઉઘડતા બજારે સેન્સેક્સ અને ખાસ કરીને બીએસઈ શેરોમાં સંવેદી સૂચકાંક ૧૨૭.૮૩ અંક એટલે કે ૦.૩૬ અંકના ઉછાળા સાથે ૩૫૨૭૭.૮૪ પર શરૂઆતમાં જ જાવા મળ્યું. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજ એનએસઈ પણ ૫૦ શેરોના સંવેદી સૂચકાંક નિફ્ટી ૪૧.૮૫ અંક પર એટલે કે ૦.૪૦ ટકાની તેજી સાથે ૧૦૫૯૧ પર ખૂલ્યું. ઉર્જિત પટેલના રાજીનામા પછી નવા ગવર્નર તરીકે શÂક્તકાંત દાસની નિમણૂકને શેર બજારે વધાવી.
નિફ્ટી ઓટો, મેટલ, આઈટી શેરોમાં સારી મજબૂતી જાવા મળી. તો બેંકિંગ શેરોમાં બંને તરફી વાતાવરણ જાવા મળ્યું. નિફ્ટી ઓટોમાં ૨.૭૭ ટકા, નિફ્ટી મેટલ ૨.૦૪ ટકા, નિફ્ટી પીએસયૂ બેંકમાં ૧.૯૫ ટકા, નિફ્ટી રિયલ્ટીમાં ૨.૭૩ ટકા અપ જાવા મળ્યાં.
ઓરિસ્સા મીનરલ્સ,ઈન્ડિયા બુલ, એપ્ટેક, ગોદવરી પાવર, યશબેંક જેવા શેરોએ સારો દેખાવ કર્યો હતો. ડોક્ટર રેડ્ડી લેબોરેટરીના શેરના ભાવમાં કડાકો બોલાઈ ગયો હતો. આ ઉપરાંત ટ્રાન્સવીડ, એસ્પીનવેલ એન્ડ કંપની, લિબાસ જેવા ટોપ લૂઝર રહ્યાં હતા.
બુધવારે શેરબજારમાં સેન્સેક્સ ૩૫૨૫૪.૮૭ પર અને નિફ્ટી ૧૦૫૯૧.૦૦ના વધારા સાથે ખુલતા રોકાણકારોમાં ખુશી છવાઈ ગઈ હતી. સેન્સેક્સ ૦.૩૦૦ ટકાના વધારા સાથે ૩૫૨૫૪.૮૭ પર અને નમિફ્ટટી ૪૧.૮૫ અંકના વધારા સાથે એટલે કે ૦.૪૦ ટકાના વધારા સાથે ૧૦૫૯૧.૦૦ પર ખૂલ્યો. કકામકજા દરમિયાન સેન્સેક્સમાં ૨૨૨ પોઈન્ટની મજબૂતી જાવા મળી. તો નિફ્ટી પણ ૬૮ પોઈન્ટ મજબૂત જાવા મળ્યો.
ઉલ્લેખનનીય છે કે મંગળવારે દિવસ ભરના કામકાજને અંતે શેરબજારમાં સેન્સેક્સ ૩૫૧૫૦.૦૧ પર અને નિફ્ટી ૧૦૫૪૯.૧૫ પર બંધ રહ્યો. જ્યારે ભારતીય રૂપિયો અમેરિકી ડોલર સામે ૭૧.૮૯ પર જાવા મળ્યો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



