દેશની આઝાદીમાં ગુજરાતનું યોગદાન મહત્વનું રહ્યું છે : રૂપાણી

0
9

સુરેન્દ્રનગરમાં મુખ્યમંત્રીએ ૭૨મા સ્વાતંત્રતા પર્વની ઊજવણી કરી
પાટડી તાલુકાના વણોદમાં નવી જીઆઈડીસી સ્થપાશે,નવી એગ્રીકલ્ચર કોલેજની જાહેરાત
સુરેન્દ્રનગર,તા.૧૬
આજે ભારતનો ૭૨મો સ્વાતંત્રતા દિવસ છે. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે સુરેન્દ્રનગર ખાતેથી ધ્વજવંદન કરીને ૭૨માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ જવાહર ગ્રાઉન્ડ ખાતેથી ધ્વજ ફરકાવીને ૭૨માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ ઓ.પી. કોહલી સહીત રાજ્યના વિવિધ પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા.
સમારંભમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશની આઝાદીમાં ગુજરાતનું યોગદાન મહત્વનું રહ્યું છે. મહાનુંભાવોના બલિદાનને સાર્થક કરીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાત સતત વિકાસથી આગળ ધપી રહ્યો છે. વાંચ્છુકો, દલિતો સહિત તમામ જાતીને સમાન અધિકાર છે. કર્તવ્ય ભાવ વિના આગળ વધવું અશક્ય હોવાનું જણાવ્યું હતું.
સમારંભમાં વિજય રૂપાણીએ વિવિધ જાહેરાતો કરતા જણાવ્યું કે, ચેન સ્નેચિંગ કેસ માં ૧૦ વર્ષ ની સજા નો કાયદો બનાવવામાં આવશે. ૩૧ ઓક્ટોબરે સરદાર પટેલ નુંદુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ નું લોકાર્પણ કરાશે. ધોલેરાની સિંગાપુર કરતા મોટું સિટી બનાવી ડેવલોપ કરવાનો પ્રયાસ છે. સેવા સેતુ નો ૪ તબક્કો ૨૪ ઓગસ્ટ થી રાજ્ય માં શરૂ કરાશે. સુરેન્દ્રનગરમાં નવી એગ્રીકલ્ચર કોલેજ શરૂ કરાશે. પાટડી તાલુકા ના નવી GIDC શરૂ કરાશે. ઓટોહબ નો લાભ આખા રાજ્યને મળશે. સાથડીની નવી જમીન ૩૦૦૦૦ જિ હેકટર દીઠ આપવામાં આવશે, પહેલા ૧૫૦૦૦ જિ હેકટર દીઠ આપવામાં આવતા હતા.
ધ્વજવંદન કાર્યક્રમમાં હેલિકોપ્ટર મારફતે પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. ધ્વજવંદન કર્યા બાદ મુખ્યપ્રધાને ગુજરાતની જનતા જોગ ઉદબોધન કર્યુ હતુ. CM રૂપાણીએ પોતાના ઉદબોધનની શરૂઆત સુરેન્દ્રનગરના વીર પુરુષને યાદ કર્યા હતા. રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે સુરેન્દ્રનગર શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY