ગુજરાત ફોરેન્સિક્ સાયન્સ ખાતે આજે વિશેષ કાર્યક્રમ

0
8

અમદાવાદ,તા.૧૯
ગુજરાત ફોરેન્સિક્ સાયન્સ યુનિવર્સિટી ખાતે આજે તા. ૨૦મી જૂનના રોજ દૂનિયાની સૌ પ્રથમ ઈન્ટરનેશનલ સેન્ટર ફોર હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ્ એન્ડ ઈન્ટરનેશનલ સીમ્પોઝીયમ ઓન હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્ આયોજન કરાયું છે, તેમ જી.એફ.એસ.યુ. ના રજિસ્ટ્રાર દ્વારા જણાવાયું છે. ગુજરાત ફોરેન્સિક્ સાયન્સ યુનિવર્સિટી અને ઈન્ટરનેશનલ કમિટી ઓફ રેડક્રોસ ના સંયુકત ઉપક્રમે તા. ૨૦-૬-૨૦૧૮ થી તા. ૨૩-૬-૨૦૧૮ દરમિયાન યોજાનાર દૂનિયાની આ સૌ પ્રથમ ઈન્ટરનેશનલ સેન્ટર ફોર હ્યુમેનિટેરિયન ફોરેન્સિક નો આવતીકાલ તા. ૨૦-૬-૨૦૧૮ ના રોજ સવારે ૯-૦૦ કલાકે શુભારંભ થશે. આ પ્રસંગે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.એસ.ડાગુર અને આઈ.સી.આર.સી. નાં હેડ ઓફ રીજીયોનલ ડેલીગેશન જેરમી ઈન્ગ્લેન્ડ હાજર રહીને પ્રેરક માર્ગદર્શન આપશે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY