ગુજરાત ગૌરવ દિવસની રાજયકક્ષાની ઉજવણી સંદર્ભે ભરૂચ નગરપાલિકા ધ્વારા નેતૃત્વ દિવસની ઉજવણી

0
16

ભરૂચઃ
ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતા ૫૮ માં ગુજરાત ગૌરવ દિવસ રાજ્યકક્ષાની ઉજવણી ભરૂચ ખાતે કરવાનો રાજય સરકારને નિર્ણય કરતાં આ ઉજવણીના ભાગરૂપે આજે ભરૂચ નગરપાલિકા ધ્વારા નેતૃત્વ દિવસની ઉજવણી નગરપાલિકાના પ્રમુખ આર.વી. પટેલના અધ્યક્ષપણા હેઠળ યોજાઇ હતી. આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રફુલ્લાબેન દૂધવાલા, માજી પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, વિવિધ સમિતિના ચેરમેનઅો, શિક્ષણ સમિતિના ચેરમેન ઇંદિરાબેન રાજ, સભ્ય જગદીશભાઇ પરમાર સહિત અન્ય સભ્યો ઉપસ્થિત રહયા હતા.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી નગરપાલિકાના પ્રમુખ આર.વી. પટેલે ૧ લી મે ગુજરાત ગૌરવ દિન – ગુજરાત ગૌરવ દિવસનું રસપ્રદ મહત્વ સમજાવતા કહયું હતું કે કોઇ પણ વ્યક્તિ – સમાજ પોતાના પ્રશ્નોના નિવારણ માટે યોગ્ય લીડરશીપ ખૂબ જ જરૂરી છે તેમણે આ માટે આપણે જીવનમાં વિનમ્ર બની સંયમપૂર્વક વર્તવું જાઇએ તેમણે લીડરશીપ પર માર્ગદર્શન આપી એક લીડરે તેના જીવનમાં ધણા બધા પાસાઅોને આવરી તેની યોગ્યતા ઉભી કરવી જાઇએ તેમ જણાવી લીડરશીપમાં મુખ્યત્વે પ્રમાણિકતાનો ગુણ આ ક્ષેત્રમાં સૌથી તાકાતવાળું પરિબળ છે અને સાચો લીડર આ પરિબળની ઉચ્ચ જીવન – ઉચ્ચ પ્રગતિ સાધી શકશે. તેમણે આ પ્રસંગે અનેક મહાપુરુષોના જીવનમાં પુરી પાડેલી લીડરશીપના ઉદાહરણો પણ આપ્યા હતા.
નેતૃત્વ દિવસ ઉજવણીના મુખ્ય વકતા અને નગરપાલિકા શિક્ષણ સમિતિના સભ્ય જગદીશભાઇ પરમારે નેતૃત્વ ગુણો કેવા હોવા જાઇએ તેના પર વિસ્તૃત માહિતી આપી હતી તેમણે કહયું હતું કે લીડરો જન્મે છે તેને બનાવવામાં આવતા નથી. માનવીના જન્મથી લીડરશીપ તેમના કુટુંબમાંથી મળી આવે છે. પોતાના ગુણોના આધારે ઇતિહાસ લખાય છે તેમ જણાવી તેમણે એમ પણ ઉમેર્યૂ હતું કે લીડરશીપ ત્રણ પ્રકારે મેળવી શકાય છે જેમાં નાણાંકીય મૂડીવાડી, બળના આધારે અને વ્યકિતગત યોગ્યતાના આધારે. તેમણે આ પ્રસંગે પૂ.મહાત્મા ગાંધીજી, ડો. બાબા સાહેબ આંબેડકર જેવા મહાપુરુષોની પોતાના સારા ગુણોના આધારે લીડરશીપ મેળવી દુનિયામાં નામના મેળવી હતી. તેમણે અભ્યાસ, વાંચન જેવી બાબતો થકી પણ લીડરશીપના ગુણો કેળવી શકાય છે તેમ પણ જણાવ્યું હતુ઼ં.
આ પ્રસંગે મોટી સંખ્યામાં નગરપાલિકા વોટરવર્કસ કમિટીના ચેરમેનશ્રી દિપકભાઇ મિસ્ત્રી,પ.વ.ડીના ચેરમેન મીનાબેન યાદવ, નગરપાલિકાના ,સભ્યઅો, અધિકારી – કર્મચારીઅો સહભાગી બન્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY