શાળામાં વિદ્યાર્થીઓની સલામતીની રૂપરેખા ત્રણ મહિનામાં તૈયાર કરવા સુપ્રીમનો આદેશ

0
103

ન્યુ દિલ્હી,
તા.૧૮/૪/૨૦૧૮

ગુરુગ્રામની સ્કૂલમાં માર્યા ગયેલા સાત વર્ષના બાળકના પિતા અને કેટલાક વકીલોએ બધી જ શાળાઓમાં સુરક્ષાની રૂપરેખા નક્કી કરવા માટેની કરેલી માગણીને આધારે સર્વોચ્ચ અદાલતે ત્રણ મહિનામાં જ કેન્દ્રને આ રૂપરેખા તૈયાર કરવાનું જણાવ્યું છે.

સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું છે કે સરકાર દ્વારા લેવાનારા નિર્ણયમાં જાહેર અને ખાનગી શાળાઓનો પણ સમાવેશ કરવો જાઈએ. ન્યાયમૂર્તિ આદર્શકુમાર ગોએલ અને આર. એફ. નરિમાનની બનેલી ખંડપીઠે એમ જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલત શાળાઓ માટેની રૂપરેખા કે નીતિ તૈયાર કરવા માટેની નિષ્ણાત નથી એટલે સરકાર આ અંગે કરાયેલી અનેક રિટ પિટિશનમાં ઉઠાવાયેલા કારણોનો અભ્યાસ કરે એ વધુ યોગ્ય છે.

‘અમે માનવ સ્ત્રોત વિકાસ (એચ.આર.ડી.) ખાતાને તાકીદ કરીએ છીએ કે તેઓ આ પીઆઈએલમાં કરાયેલી વિનંતીઓ પર ધ્યાન દે અને ત્રણ મહિનામાં તે અંગે યોગ્ય નિર્ણય લે. આ નિર્ણય સરકારી તેમ જ ખાનગી શાળાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવે’ એમ આ ખંડપીઠે જણાવ્યું હતું.

અગાઉ, સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર અને રાજય સરકારે રચેલા નિયમોની વિગતો મગાવી હતી. તેમણે આ મૃત બાળકના પિતા, કેટલાક વકીલો અને સંગઠનો દ્વારા કરવામાં આવેલી જાહેર હિતની અરજી (પીઆઇએલ) અંગે બધા જ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી પ્રતિભાવ મગાવ્યો હતો. હરિયાણા, કર્ણાટક અને હિમાચલ પ્રદેશ એ ત્રણ રાજયોએ આ કેસમાં તેમનો પ્રતિભાવ દર્શાવ્યો હતો.

આભા આર. શર્મા અને સંગીતા ભારતી નામની બે મહિલાઓએ ફાઈલ કરેલી અરજીમાં એમ જણાવવામાં આવ્યું છે કે શાળાએ જનારા બાળકોને જાતીય સતામણી કે હત્યા જેવા કેસમાંથી બચાવવા માટે હાલની જે રૂપરેખા અમલમાં મુકાવી જાઈએ અને બાળકોની સુરક્ષા માટેની શરતો વાટાઘાટ વિનાની હોવી જાઈએ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY