લક્ઝરી બસ ૪૦ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી, ૫ને ઈજા

0
18

અમદાવાદ,
તા.૨૮/૪/૨૦૧૮

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર રાત્રે અકસ્માત સર્જાયો હતો. લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ થયો હતો. જાકે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ પાસે રાત્રે બસનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. આ લક્ઝરી બસ અમદાવાદથી સુરત તરફ જઈ રહી હતી. લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને કારણે લકઝરી ૪૦ ફૂટ ઉંડા નદીના ખાડામાં ખાબકી હતી. જેને કારણે ૫ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જેને પગલે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોÂસ્પટલમાં ખસેડાયા હતા. અકસ્માતને પગલે ૧૦૮ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY