વખતોવખત આવા જ્યોતિષીઓના ભાંડા અખબારમાં ફૂટ્યા છતાં આ જ્યોતિષીઓએ અખબારમાં જાહેરાતો અપાવી મહિલાઓને લગતી પૂર્તિઓમાં પાછલા પાને જાહેરાતો મૂકી છેતરપીંડીનો દોર શરૂ કર્યો છે આ જાહેરાત જયોતિષીઓ ટેલિફોન પર પણ કામ કરી આપે છે કયું કામ કર્યા પછી પોતાના ખાતા નંબર આપી બે ચાર હજાર જેવી મામૂલી રકમ માંગી રકમ ખાતામાં નખાય પછી ફોન ન ઉપાડતા ઠગાથઈયા કરે છે અને પ્રજા છેતરાઈ જાય, જાહેરાતોમાં આવતા કેટલાક વિવાદિત શબ્દો અત્રે પ્રસ્તુત છે જે પ્રથમ દ્રષ્ટિએ જ છેતરપીંડી યુક્ત લાગે છે ત્યારે સરકાર અને પોલીસે વિચારવું રહ્યું કે ગુનો બને પછી ફરિયાદ નોંધાય ત્યાર પછી જ કામગીરી કરવી એ કેટલે અંશે વ્યાજબી છે એના કરતા prevention of crime આગોતરા પગલાનું આયોજન કરી જાહેરાતોમાં પ્રથમ દષ્ટિએ છેતરામણા શબ્દો છાપ્યા, છપાવ્યાં એ બંનેને પથમ નોટિસ આપી અને ત્યારબાદ આવી જાહેરાતો છાપનાર પર કાયદાનો કોરડો વિઝાય એ જરૂર થઈ પડ્યું છે.












જીવનની સભી સમસ્યાઓ કા સમાધાન . લગ્ન, સગાઇ રૂકાવટ, નોકરી ધંધા , વ્યાપારમાં અડચણ , સ્ત્રી -પુરુષના અણબનાવ , ધારેલા વ્યક્તિનું મિલન, મેલી વિદ્યા , શત્રુ – સૌતનથી દુઃખી , ભૂમિ દોષ, નજર દોષ, ગ્રહદોષ ,ખોટા વહેમ , વિદ્યા પ્રાપ્તિમાં રૂકાવટ , વિદેશ યોગ , આકર્ષણ પ્રયોગ , મોહિની વશીકરણ ,કોઈનું કરેલ અને મુઝવતા પ્રશ્નો , સાસુ ત્રાસ,સોતન મુક્તિ,નેપાળ ના બાબા,અઘોરીબાબા,કામરુદેશ થી આવેલા તાંત્રિક, તાવીજ, અંગૂઠી, સિદ્ધ યંત્ર તૈયાર મળશે. મારું કરેલું કોઈ તોડી ના શકે અને આજીવન રહેશે.”
"વંદે માતરમ ,ભારત માતાકી જય"








