શહિદ દિવસની રિવરફ્રંટ ખાતે ઉજવણી, સરકાર દ્વારા ૧લાખની સહાય

0
146

સોનગઢ,
તા.૨૩/૦૩/૨૦૧૮

શુક્રવારે દેશભરમાં શહિદ દિવસ ઉજવાયો એવામાં અમદાવાદમાં પણ આ દિવસની ઉજવણી સરકાર દ્વારા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ૨૩ માર્ચ, ૧૯૩૧ના દિવસે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી અપાઈ હતી અને ત્યારથી જ આ દિવસ શહિદ દિવસ તરીકે ઉજવાય છે.

શહિદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે ભારતીય જનતા યુવા મોર્ચા દ્વારા એક શામ શહિદો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રિવરફ્રન્ટ ખાતે રાખવામાં આવેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણી, નાણામંત્રી નિતિન પટેલ અને ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના ભાજપના હોદેદારો અને નેતાઓએ હાજરી આપી હતી.

આ કાર્યક્રમમાં કુશવાહા અને ભદોરિયા સહિત શહિદોના પરિવારજનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. એટલું જ નહિ સરકાર દ્વારા એક એક લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત પણ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી રૂપાણીએ પોતાના નિવેદનમાં શહિદોના ત્યાગને યાદ કરી કહ્યું’ હતું કે, અંગ્રેજા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના સાહસથી ડરી ગયા હોવાથી તેમને નિર્ધારીત સમય કરતા એક દિવસ પહેલાં ફાંસી આપી દેવામાં આવી હતી. ભાજપ રાષ્ટવાદની નિષ્ઠા ધરાવે છે. શહિદોને અમર રાખવા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY