અમદાવાદ,તા.૯
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને સ્થાપક હાર્દિક પટેલના ઉપવાસનો બીજા ભાગ હવે ભજવવાનો શરૂ થયો છે. ઉપવાસ પાર્ટ-ટુમાં હાર્દીક પટેલને એસજીવીપી હોસ્પિટલમાંથી રવિવારે રજા આપી દેવામાં આવી છે અને તે ગ્રીનવૂડ રિસોર્ટ ખાતે ફરીથી ઉપવાસ પર બેઠો છે. હાર્દિકને એમ્બ્યુલન્સ દ્વારા ગ્રીનવૂડ ખાતે લઈ જવાયો હતો. ગ્રીનવૂડ રિસોર્ટ પોલીસ છાવણીમાં ફરીથી ફેરવાઈ ગયો છે અને હાર્દીકને ગ્રીનવૂડમાં અંદર લઈ જવા પર પાસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ચકમક ઝરી હતી. પાસના નિખીલ સવાણીએ એવો આક્ષેપ કર્યો હતો કે હાર્દિકને એમ્બ્યુલન્સમાં અંદર લઈ જવા પર ડીસીપી રાઠોડે મનાઈ કરી અને ઉતારી દીધા હતા તેમજ તેમણે હાર્દિકને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હોવાનો આક્ષેપ પાસ દ્વારા કરાયો હતો. હાર્દીકને ગ્રીનવૂડમાં સ્ટ્રેચર પર લઈ જવાયો હતો અને ત્યાં તે ફરી ઉપવાસ પર બેઠો હતો. હાલ તેની તબિયત સ્થિર છે અને હાર્દિક સહિત તેના સમર્થકો પણ ગ્રીનવૂડ ખાતે પહોંચ્યા હતા. ગ્રીનવૂડ રિસોર્ટની આસપાસના વિસ્તારમાં ફરીથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ હાર્દીક પટેલના તમામ રિપોર્ટ યોગ્ય જણાતા એસજીવીપી હોસ્પિટલ દ્વારા તેને બપોરે ૨.૨૦ કલાકે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો હતો. ત્યાંથી તે સીધો ગ્રીનવૂડ રિસોર્ટ ખાતે ગયો હતો અને ત્યાં તે ઉપવાસ પર બેઠો છે. પાસના સૂત્રોએ જણાવ્યા મુજબ હાર્દિકના ઉપવાસ હજુ ચાલુ છે અને તેણે જળત્યાગ કર્યા બાદ ગઈકાલે જેડીયુના શરદ યાદવના હાથે ફક્ત પાણી ગ્રહણ કર્યું હતું. તેના રિપોર્ટ નોર્મલ આવ્યા હોવાથી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયો છે.
રવિવારે બપોરે એસજીવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ હાર્દિકે ફેસબુક પર લાઇવ થઈને તેનાં પાટીદાર કાર્યકરોને સંબોધ્યા છે. સાથે જ હાર્દિકે હોસ્પિટલમાંથી નીકળીને ફરીથી સાંજ સુધીમાં ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી. ફેસબુક લાઈવ પર હાર્દિકે કહ્યું કે, ‘ગુજરાતમાં ૨૫મી ઓગસ્ટથી શરૂ થયેલા ઉપવાસ આંદોલનમાં મારા સમર્થનમાં ગુજરાતના અલગ-અલગ તાલુકાઓ અને ગામડાઓમાં ઘણા બધા યુવકો ઉપવાસ પર બેઠા છે. ગઈકાલે પણ મેં તેમનાં આ ઉપવાસના કાર્યક્રમો અને સંઘર્ષને જાયા પછી હું તમામને વિનંતી કરું છું કે ઉપવાસ પર બેઠેલા તમામ યુવકો સાંજે પાંચ વાગ્યા સુધીમાં તેમના માતા-પિતા કે સમાજના આગેવાનોના હાથે પારણા કરી લે.’
ઉપવાસ આંદોલન અંગે હાર્દિકે જણાવ્યું કે, ‘ઉપવાસ આંદોલન હજી પણ ચાલુ જ રહેશે. આજે ત્રણથી ચાર વાગ્યે હોÂસ્પટલમાંથી રજા લઈને હું ફરીથી ઉપવાસ પર બેસવાનો છું. પાટીદારોને અનામત, ખેડૂતોના દેવા માફ અને અલ્પેશ કથિરીયાની જેલ મુક્તી અંગે આ આંદોલન ચાલી રહ્યું છે. હોસ્પિટલમાં જે સારવાર લેવી પડી છે એ મેં લીધી છે, પરંતુ આ સમય દરમિયાન મેં અન્નનો એક પણ દાણો પેટમાં નાખ્યો નથી. તમે બધા જ લોકો શાંતિપૂર્ણ રીતે મારા ઘરે આવજા. ગુજરાતમાં શાંતિ જાખમાય નહીં તેવી રીતે ઉપવાસ આંદોલન ચાલુ રાખીશું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




