હાર્દિક પટેલ વિરુધ્ધ જામીનપાત્ર વોરન્ટ, અમદાવાદ કોર્ટમાં રજૂ થશે તહોમતનામું

0
601

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ સામે અમદાવાદની કોર્ટમાં ચાલી રહેલા રાજદ્રોહના મામલામાં આજે કોર્ટે જામીનપાત્ર વોરન્ટ ઈશ્યુ કર્યો હતો. કોર્ટમાં હાર્દિક વિરુધ્ધ ચાર્જ ફ્રેમ કરવામાં આવશે.

અમદાવાદ કોર્ટના જજ ડીપી મહેતા દ્વારા હાર્દિક સહિત તમામને 25મી એપ્રિલે કોર્ટમાં હાજર રહેવા માટે વોરન્ટ ઈશ્યુ કર્યો છે. કોર્ટે ફેબ્રુઆરી મહિનામાં હાર્દિક સામેના રાજદ્રોહના ચાર્જ પડતા મૂકવાની અરજી ફગાવી દીધી હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાર્દિક વિરુધ્ધ કેસ દાખલ કર્યો હતો. ઓગષ્ટ 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિકના ભાષણને લઈ પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે ગુનો દાખલ કરવાનું કારણ એ આપ્યું છે કે હાર્દિકના ભાષણ બાદ રાજ્યમાં હિંસા ફાટી નીકળી હતી અને 13 જેટલા પાટીદાર યુવાનોના પોલીસ સાથેની અથડાણમાં મોત નિપજ્યા હતા.

આ કેસમાં કુલ 6 જણાને આરોપી બનાવાયા છે. જ્યારે કેતન પટેલ તાજનો સાક્ષી બની ગયો છે. હાર્દિક ઉપરાંત દિનેશ બાંભણીયા, ચિરાગ પટેલની પોલીસે ધરપકડ કરી હતી અને હાલમાં ત્રણેય જામીન પર છે. આજની સુનાવણીમાં ચિરાગ પટેલ હાજર રહ્યો ન હતો જ્યારે દિનેશ બાંભણીયા કોર્ટમાં હાજર હતો.
પોલીસે ચાર્જશીટમાં લખ્યું છે કે હાર્દિક પટેલ પ્રિ-પ્લાન્ડ દેખાવો કર્યા હતા અને સરકાર પર દબાણ લાવી ગેરબંધારણીય રીતે પાટીદારોને અનામત આપવાની માંગ કરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY