સુરતની વેસુની જમીનના પ્રકરણમાં જેલવાસ ભોગવી રહેલા બિલ્ડર વસંત ગજેરા સુરતની સિવિલ હોસ્પિટલમાં રૂટીન ચેકઅપ માટે લાજપોર જેલમાંથી લાવવામાં આવ્યો ત્યારે મોબાઈલ પર વાત કરતા ઝડપાઈ જવા પામ્યો હતો. આ ફોટો તરત જ વાયરલ થયા હતા. આ મામલે વસંત ગજેરાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે અને જાપ્તાના પોલીસ અધિકારી અને કર્મચારી વિરુધ્ધ કાર્યવાહી થઈ શકે તેવી શક્યતા જોવા મળી રહી છે.સુરતના વેસુ ગામની જમીન કેસમાં લાજપોર જેલમાં ધકેલાયેલા વસંત ગજેરાએ કમરના અને પગના હાડકાંમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. જેથી તેને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડીક વિભાગમાં ચેકઅપ માટે લાવવામાં આવ્યો હતો. સિવિલના ટ્રોમા સેન્ટરના માયનોર ઓપરેશન થીએટરમાં વસંત ગજેરા મોબાઈલ ફોન પર વાત કરતાં કેમેરામાં કેદ થઈ ગયો હતો. આરોપીઓને મોબાઈલ ફોન વાપરવા નથી દેવામાં આવતાં છતાં ડોક્ટર, નર્સ સહિતના સ્ટાફની સામે વસંત ગજેરા મોબાઈલ ફોન પર વાત કરતાં વિવાદ સર્જાયો છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"