પિતા પુત્ર ગામમાં લગ્ન પ્રસંગ પતાવી પરત અંકલેશ્વર મજૂરી કામ માટે જતા હતા ત્યારે ટ્રક ચાલકે એમની બાઇક ને ટક્કર મારી ફરાર થઈ ગયો
રાજપીપલા: નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર ગામ પાસેના એકતેશ્વર ના નર્મદા નદીના પુલ પર ગતરોજ એક અકસ્માતમાં બાઇક લઈ જતા પિતા પુત્ર પૈકી પિતાનું મોત થયું હતું જયારે પુત્ર ને ઈજાઓ થઈ હતી
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ છોટાઉદેપુર જિલ્લાના પાલશર ગામના અને અંકલેશ્વર ખાતે મજૂરી કામ કરતા પરસોત્તમ વેશલા રાઠવા ગતરોજ ગામમાં લગ્ન પતાવી પરત અંકલેશ્વર મજૂરી કામ માટે પોતાના પુત્ર પ્રિતેશ સાથે બાઇક નં.જી જે 16 એ એમ 4038 લઈ જતા હતા ત્યારે નર્મદા નદીના એકતેશ્વર પુલ પર થી પસાર થતા પાછળ પુરપાટ આવતી ટ્રક નં.જી જે 06 એ ટી 9535 ના ચાલકે તેમની બાઇક ને પાછળ થી જોરદાર ટક્કર મારતા પિતા અને પુત્ર પટકાતા પરસોત્તમ રાઠવા નું સ્થળ પર જ મોત થઈ ગયું હતું જયારે એમના પુત્ર પ્રિતેશ ને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે લઈ જવાયો હતો અકસ્માત બાદ ટ્રક ચાલાક નાસી જતા પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ શરુ કરી હતી
ચીફરિપોર્ટર,નર્મદા,ભરત શાહ.મોં.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





