સ્ટેચ્યુ ઓફ યુનિ.ના લોકાર્પણ પૂર્વે મુખ્યમંત્રી કાલથી એકતાયાત્રાને લીલીઝંડી આપશે

0
11

ગાંધીનગર,તા.૧૮
દેશની અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી રાજ્યમાં જારશોરથી ઉજવાવા જઈ રહી છે. સોનામાં સુગંધરૂપ તેમની જન્મતિથિએ દુનિયાના સૌથી મોટા સરદારના સ્ટેચ્યુનું પ્રધાનમંત્રી નરેદ્ર મોદીના હસ્તે અનાવરણ થવા જઈ રહ્યું છે, પરંતુ તે પહેલા રાજ્યમાં બે તબક્કામાં એકતાયાત્રા યોજવાનું નક્કી કરાયું છે.
સ્ટેચ્યુ ઓફ યૂનિટીના લોકાર્પણ પૂર્વે રાજ્યમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ૨૦ ઓક્ટોબરથી એકતાયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. સરદારના સંદેશા સાથે રાજ્યના દસ હજાર ગામમાં એકતાયાત્રા ફરશે જેમાં ૫૦થી વધારે એકતારથ પરિભ્રમણ કરશે.
આ યાત્રા દ્વારા સરદાર સાહેબના વિચારોના આધારે જનજનમા રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. રાજ્યમાં એકતાયાત્રા બે તબક્કામાં યોજાશે જેનો પ્રથમ તબક્કો ૨૦ ઓક્ટોબરથી ૨૯ ઓક્ટોબર સુધી યોજાશે. જ્યારે બીજા તબક્કો ૧૨ નવેમ્બરથી ૨૧ નવેમ્બર દરમિયાન યોજાશે.
રાજ્યામાં જ્યારે એકતા યાત્રા યોજાવાની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે રાજ્યની વર્તમાન સ્થિતિમાં ડોકીયું કરવાની જરૂરિયાત ઊભી થઈ રહી છે. કેમ કે, જે સરદાર સામાજિક અને રાષ્ટ્રીય એકતાના આજીવન હિમાયતી રહ્યા તેમનો જન્મદિવસ નજીક આવી રહ્યો છે અને તેમનો સંદેશ આજે ફરીવાર જનજનસુધી પહોંચાડવો પડે તેવી સ્થિતિ રાજ્યમાં ઊભી થઈ છે.
રાજ્યના પનોતા પુત્ર અને રાષ્ટ્રના એક મહાન સપૂત નામે સરદાર વલ્લભભાઈ પટેલે સમગ્ર દેસશના પાંચસો કરતાં વધારે રાજાઓને રાષ્ટ્ર માટે એક કર્યા અને દેશને નવી દિશા આપી આજે એ સરદાર યાદ આવવા પાછળનું કારણ માત્ર સ્ટેચ્યુ ઓફ યૂનિટીનું લોકાર્પણ નહી પરંતુ છેલ્લાં થોડા સમયથી રાજ્યના વિકાસના પાટા પરથી ખડીપડતી એકતા પણ નિમિત્ત બની છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY