હિટ એન્ડ રનઃ કારની અડફેટે પિતા-પુત્ર આવતા પિતાનું મોત

0
92

જામનગર,
તા.૧૯/૦૩/૨૦૧૮

જામનગરમાં દિગ્જામ ફાટક પાસે મહાકાળી ચોક નજીક બનેલા હિટ એન્ડ રનના બનાવમાં ગંભીરપણે ઘવાયેલા પિતા-પુત્ર પૈકી પિતાનું મોત થયું હતું. પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટેલ કારચાલકની સઘન શોધખોળ શરૂ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે, જામનગરમાં દિગ્જામ ફાટક પાસે મહાકાળી ચોક નજીક રહેતા અને પાન-મસાલાની કેબિન ધરાવતા અમૃતલાલ વિઠ્ઠલદાસ ગણાત્રા અને તેનો પુત્ર અશોકભાઇ નિત્યક્રમ મુજબ કેબિન બંધ કરી રોડ પર ઊભા હતા ત્યારે પુરઝડપે આવેલી એક કારે આ પિતા-પુત્રને અડફેટે લઇ ફૂટબોલની જેમ ઉછાળ્યા હતા, અકસ્માત સર્જી કારચાલક નાસી છૂટ્યો હતો.

આ અસ્માતમાં ગંભીરપણે ઘવાયેલા અમૃતલાલનું મોત થયું હતું જ્યારે તેના પુત્રને ગંભીર ઇજા પહોંચી હતી. જામનગર સી-ડિવીઝન પોલીસે આ અંગે ગુનો દાખલ કરી અકસ્માત સર્જનાર કારચાલકની શોધખોળ શરૂ કરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY