પ્રોફેસરના ત્રાસથી કંટાળી ગુજરાત યુનિ.ની વિદ્યાર્થિનીએ નદીમાં ઝંપલાવ્યુ

0
152

અમદાવાદ,
તા.૧૯/૦૩/૨૦૧૮

પીએચડીના ગાઇડ દ્વારા સબમિશન માટે ૩ લાખની માંગ કરવામાં આવી હતી

અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં આવેલી ય્ન્જી યુનિવર્સિટી કોલેજમાં ૩૮ વર્ષીય આસીસ્ટન્ટ પ્રોફેસર ગીતાજંલી ચૌહાણે રવિવારે બપોરના સમયે એલિસબ્રીજ પર આવીને સાબરમતી નદીમાં કુદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો જા કે તે આત્મહત્યા કરે તે પહેલાં એલિસબ્રીજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પહોંચી ગયો હતો. ગીતાજંલી ચૌહાણને પહેલા જ તેમને બચાવી લેવાયા હતા. તે પછી તેમને પોલીસ સ્ટેશન પર લાવીને પુછપરછ કરાતા જાણવા મળ્યું હતું કે ગીતાંજલી ચૌહાણનો આત્મહત્યાના પ્રયાસ પાછળ ડીન કારણભૂત છે.

વાત એમ છે કે ગીતાજંલિ ચૌહાણ સાબરમતી વિસ્તારમાં રહે છે અને વર્ષ ૨૦૦૯થી આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોકરી કરે છે. સપ્ટેમ્બર ૨૦૧૨માં તેમણે અર્થશાસ્ત્રમાં પીએચડી કરવા માટે અરજી કરી હતી અને તેમણે ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ અને આર્ટસ વિભાગના ડીન ડો. પ્રદીપ પ્રજાપતિને મળ્યા હતા અને એનઓસી અને ગાઇડ આપવા માટે રજુઆત કરી હતી પણ, કોઇ કારણસર પ્રદીપ પ્રજાપતિએ નેગેટીવ એનઓસી આપી હતી અને ગાઇડ પણ આપ્યા ન હતા.
આમ, પાંચ વર્ષનો સમયગાળો પસાર થઇ ગયો હતો. જેથી ફરીથી ફોર્મ ભર્યુ હતું. ત્યારે પ્રદીપ પ્રજાપતિએ ધમકી આપી હતી કે તે ગુજરાત યુનિવર્સિટીમાં તેમને પીએચડી નહીં જ કરવા દે. ત્યારબાદ વર્ષ ૨૦૧૬માં રૂપિયા ત્રણ લાખની માંગણી કરી હતી અને કહ્યું હતું કે જા તે નાણાં આપશે તો પીએચડી કરવામાં મદદ કરશે. જેથી આ અંગે ગીતાજંલીએ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હિમાશુ પંડ્યાને પણ જાણ કરી હતી. પણ તેમણે ગીતાજંલીને માત્ર આશ્વસન આપ્યુ હતું. ત્યારબાદ ગીતાંજલીએ ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. આ સંદર્ભમાં રવિવારે પોલીસે ગુલબાઇ ટેકરા પોલીસ ચોકી ખાતે જવાબ લેવા માટે બોલાવ્યા હતા. પણ ત્યાં કોઇ પોલીસ હાજર નહોતા. જેથી ગીતાજંલી ટેન્શનમાં આવી ગયા હતા સતત લડાઇ કરીને થાક્્યાનો અહેસાસ થતા તેમણે આત્મહત્યા કરવાનું નક્કી કર્યુ હતું.

તેમણે એલિસબ્રીજ પર પહોંચી જઈને આત્મહત્યાનો પ્રયાસ કરવા પ્રયત્ન કર્યો હતો પણ પોલીસે તેમની વાતને ગંભીરતાને લઇને, તાત્કાલિક ગુજરાત યુનિવર્સીટીના રજીસ્ટ્રારને પોલીસ સ્ટેશન પર બોલાવ્યા હતા અને આ બાબતે વાકેફ કર્યા હતા. આ અંગે પોલીસે ગીતાજંલીનું નિવેદન લીધું હતું અને રજીસ્ટ્રારે લેખિતમાં ખાતરી આપી હતી કે સાત દિવસમાં આ પ્રશ્નનો નિવેડો લાવી દેશે. તેમજ ગીતાજંલીએ લગાવેલા આરોપો અંગે પણ તપાસ કરશે. આમ, એલિસબ્રીજ પોલીસે એક પ્રશંસનિય કામગીરી કરીને એક મોટી ઘટના બનતા અટકાવી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY