સુરત હોમગાર્ડના કમાન્ડિંગ ઓફિસર સોમનાથ ગહેરવાલ તેમજ મહિલા સબ ઇન્સ્પેકટર ભાવના કંથારિયા સસ્પેન્ડ
અમદાવાદ, તા.૬
સુરત હોમગાર્ડમાં ફરજ બજાવતી ૨૪ જેટલી મહિલાઓ સાથે જાયીત સતામણી સહિતના માનસિક ટોર્ચરના ચકચારભર્યા વિવાદમાં આખરે ઉચ્ચ સત્તાધીશો દ્વારા સુરત હોમગાર્ડના કમાન્ડીંગ ઓફિસર સોમનાથ ગહેરવાલ અને મહિલા સબ ઇન્સ્પેકટર ભાવના કંથારિયાને સસ્પેન્ડ કરી દેવાયા છે. હોમગાર્ડ વિભાગની આ શિક્ષાત્મક કાર્યવાહીને પગલે રાજયભરના હોમગાર્ડ બેડામાં ભારે ચકચાર મચી ગઇ છે. તો, ઉપરી અધિકારી વર્ગમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. તાજેતરમાં પોતાના જ ઉપરી અધિકારીઓ (ઓફિસર કમાન્ડિંગ) દ્વારા તેઓનું શારીરિક માનસિક અને જાતિય શોષણ કરતાં હોવાના આરોપ સાથે સુરતની ૨૪ જેટલી હોમગાર્ડ મહિલા સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ફરિયાદ કરવા પહોંચતાં ભારે વિવાદ જાગ્યો હતો અને સમગ્ર મામલો ગરમાયો હતો. ખાસ કરીને સુરત સહિત રાજયના પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ હતી. સુરત પોલીસ કમિશનરે સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ તપાસની હૈયાધારણ આપી હતી. બીજીબાજુ, પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ હોમગાર્ડની બહેનોના આ પ્રકારે જાતીય શોષણની ઘટનાને શરમજનક ગણાવી હતી અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા કે, ભાજપના શાસનમાં સામાન્ય મહિલાઓ તો શું પોલીસ અને સુરક્ષા એજન્સીઓની મહિલા કર્મીઓ પણ અસુરક્ષિત છે. દરમ્યાન હોમગાર્ડ મહિલાઓના જાતીય સતામણી અને માનસિક ત્રાસના વિવાદમાં આજે આખરે સુરત હોમગાર્ડ વિભાગના ઉચ્ચ સત્તાધીશો દ્વારા ફરિયાદ કરનાર હોમગાર્ડ મહિલાઓના બંને ઉપરી અધિકારીઓ એવા સુરત હોમગાર્ડના કમાન્ડીંગ ઓફિસર સોમનાથ ગહેરવાલ અને મહિલા સબ ઇન્સ્પેકટર ભાવના કંથારિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે, મહિલા હોમગાર્ડએ અગાઉ ગંભીર આરોપ લગાવ્યાં હતા કે, ઉપરી અધિકારીઓ દ્વારા તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. માનસિક શોષણ કરવાની સાથે સાથે તેમને ઘરકામ માટે અધિકારીઓ બોલાવી તેના ઘરના કામો પણ કરાવાઇ રહ્યા છે. ઓફિસર કમાન્ડિંગ દ્વારા હોમગાડ્ર્સ બહેનોને ખોટી રીતે શારીરિક સ્પર્શ કરવામાં આવતો હોવાનો પણ આરોપ મુકવામાં આવ્યો હતો. મહિલાઓએ રોષે ભરાઈને જાતીય શોષણની વિરુધ્ધમાં અવાજ બુલંદ કરતાં સુરત સહિત રાજયના પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



