(ડાંગમાહિતી બ્યુરો)ઃ આહવા તા.૦૪ જુલાઇઃ- તા. ૦૬/૦૭/૨૦૧૮ થી તા. ૦૯/૦૭/૨૦૧૮ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એસ.એસ.સી, એચ.એસ.સી (સામાન્ય પ્રવાહ) અને (વિજ્ઞાન પ્રવાહ)ની યોજાનારી પૂરક પરીક્ષા દરમિયાન ડાંગ આહવા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે એ માટે ડાંગ આહવા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ટી.કે.ડામોરે તેમને મળેલી સત્તાની રૂએ ડાંગ જિલ્લામાં નિયત પરીક્ષા કેન્દ્રો આજુબાજુ તા. ૦૬/૦૭/૨૦૧૮ થી તા.૦૯/૦૭/૨૦૧૮ સુધીમાં પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટરના ઘેરાવના વિસ્તારમાં પરીક્ષાર્થી, પરીક્ષા સાથે સંકળાયેલ શૈક્ષણિક તથા અન્ય સ્ટાફ તેમજ પરીક્ષા સંદર્ભે સોંપવામાં આવેલ હોય તેવી કામગીરી સાથે સંકળાયેલ ફરજ પરના સ્ટાફ સિવાયની અન્ય અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઉપરાંત હથિયાર કે મોબાઇલ ફોન કે ઇલેકટ્રોનિક ડિવાઇસ પરીક્ષા કેન્દ્રની અંદર લઇ જવા, પરીક્ષાના સમય દરમિયાન તેનો ઉપયોગ કરવા કે લાઉડ સ્પીકર વગાડવા તથા પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટર ત્રિજયાની અંદરના વિસ્તારમાં પરીક્ષા શરૂ થવાના સમયના એક કલાક પહેલાથી પરીક્ષા સમય દરમિયાન ઝેરોક્ષ/ફેકસ સેન્ટરો ચાલુ રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. પરીક્ષા કેન્દ્રો ઉપર સુરક્ષા માટે ફરજ પરના અધિકારીઓ તથા કર્મચારીઓ કે નિયુકત અન્ય અધિકારીઓ ફરજના ભાગરૂપે હથિયાર લઇ જઇ શકશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






