એપાર્ટમેન્ટમાં ચાલી રહેલા હુક્કાબાર પર દરોડા પડાયા

0
30

અમદાવાદ, તા.૧
રાજય સરકારે હુક્કાબાર ઉપર પ્રતિબંધ લાદી દીધા બાદ કેટલાક હુક્કાબારના સંચાલકો હજુ પણ ગેરકાયદેસર હુક્કાબાર ચલાવી રહ્યાં છે. અમદાવાદના મણિનગર વિસ્તારની હદમાં આવેલા એક અપોર્ટમેન્ટમાં લાંબા સમયથી ચાલતું હુક્કાબાર પોલીસે આજે ઝડપી પાડી તેનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી હુક્કા પીતા પાંચ લોકોની ધરપકડ પણ કરી છે. સાથે સાથે ફલેટમાથી હુક્કા અને ફ્‌લેવર સહિતની સામગ્રી પણ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પહેલા પણ અમદાવાદમાં અપોર્ટમેન્ટ- ફ્‌લેટમાંથી હુક્કાબાર પકડાયા હોવાની ઘટના બની છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, મણિનગર પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મણિનગર વિસ્તારમાં જગાભાઈ પાર્ક સામે આવેલા આશીર્વાદ અપોર્ટમેન્ટમાં ચાલી રહેલા ગેરકાયદે આ હુક્કાબાર ખાતે પોલીસે અચાકન જ દરોડો પાડયો હતો અને ઓચિંતી રેડ કરતાં ઘટનાસ્થળેથી પાંચ લોકો હુક્કો પીતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. ગુજરાતમાં હુક્કાબાર પર પ્રતિબંધ છે છતા નિયમને બાજુમાં મૂકીને ધમધમી રહેલા હુક્કાબાર અનેક વખત દરોડામાં આવી ચૂક્યા છે. એટલું જ નહી, સ્થળ અને જગ્યાઓ બદલી બદલીને નવેસરથી આ દુષણ ચાલુ રાખે છે, જેને લઇ શહેરનું યુવાધન સહિતના નાગરિકો તેની ઝપટમાં ફસાતા હોય છે. મણિનગરનું આ હુક્કાબાર પણ ઘણા સમયથી ચાલતુ હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યુ છે. પોલીસે ઘટનાસ્થળેથી હુક્કા, વિવિધ ફલેવર સહિતની સામગ્રી જપ્ત કરી પાંચેય આરોપીઓ વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જા કે, બનાવને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY