સુરત, તા.૩
એમ.આર. શર્માએ ૨૯.૧૦.૨૦૧૮ના રોજ કૃભકો ફર્ટિલાઈઝર પલાન્ટ, હઝીરા, સુરતના અોપરેશન્સ ડાયરેક્ટર તરીકે પદ સંભાળ્યું છે. તેઅો આઈ.આઈ.ટી. રૂરકીથી વર્ષ ૧૯૮૧માં બી.ઈ.ની ડીગ્રી પ્રાપ્ત કર્યા પછી ગ્રેજ્યુએટ એન્જિનિયર તરીકે જાડાયા હતા. તેઅો પહેલા અધિકારી છે જે હજીરા પ્લાન્ટના ઉચ્ચ પદ પર પહોચ્યા છે.
એમને સમય સમય પર કૃભકો હજીરા પ્લાન્ટ અને કોર્પોરેટ અોફિસમાં વિવિધ ક્ષમતાઅોમાં કામ કર્યુ છે. આ પહેલા તેઅો કૃભકો પ્લાન્ટના કાર્યકારી ડાયરેક્ટર અને ઉત્પાદન વિભાગના વડા તરીકે એમણે ચીફ જનરલ મેનેજરના પદને સુશોભિત કર્યું હતું. તે ટેક્નોલોજી સુધારણા અને સ્થાનાંતરણ માટે ભારત અને વિદેશમાં વ્યાપકપણે પ્રવાસ કરે છે. ભારત અને અોમાનના વિશાળ ફર્ટિલાઈઝર પલાન્ટમાં શર્માને ૩૬ કરતાં વધુ વર્ષનો બહોળો અનુભવ છે. એમના પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ, કૃભકો તમામ ક્ષેત્રોમાં સતત નોંધપાત્ર પરિણામો પ્રાપ્ત કરી રહ્નાં છે. છેલ્લા ત્રણ વર્ષથી એફએઆઈ દ્વારા શ્રેષ્ઠ અોપરેટિંગ પ્લાન્ટ માટે એવોર્ડ મળ્યો છે. ફર્ટિલાઈઝર ઉદ્યોગમાં તેમની કુશળતા અને ભરપૂર અનુભવની વિપુલતા કૃભકો માટે એક વરદાન છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





