ઇમરાન ખાન ૧૧ ઓગસ્ટના રોજ શપથ લેશે, ૪ પાર્ટીનું સમર્થન મળવાની શક્યતા

0
77

ઇસ્લામાબાદ,તા.૩૦
ઇમરાન ખાને કહ્યું કે, તેઓ ૧૧ ઓગસ્ટના રોજ વડાપ્રધાન પદના શપથ લેશે. રેડિયો પાકિસ્તાને આ વાતનો દાવો કર્યો છે. એવું માનવામાં આવે છે કે, ૪ પાર્ટી – મુતાહિદા કોમી મૂવમેન્ટ – પાકિસ્તાન (એમક્્યૂએમ-પી), ધ ગ્રાન્ડ ડેમોક્રેટિક અલાયન્સ (જીડીએ), પીએમએલ-કેદ (પીએમએલ-ક્્યૂ) અને બલૂચિસ્તાન અવામી પાર્ટી સહિત નિર્દળીય સાંસદ ઇમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ)ને સમર્થન આપી શકે છે. પીટીઆઇની પાસે નેશનલ એસેમ્બલીની ૧૧૬, પીએમએલ-એનની ૬૪ અને પીપીપીની પાસે ૪૩ સીટો છે. સરકાર બનાવવા માટે ૧૩૭ સીટો જાઇએ.
મજબૂત વિપક્ષ માટે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)એ ગઠબંધનની જાહેરાત કરી છે. આ પહેલાં ૨૦૦૨ની ચૂંટણી બાદ પીએમએલ-એન અને પીપીપીએ સરકાર વિરોધ ગઠબંધન બનાવ્યું હતું. આ દરમિયાન પરવેઝ મુશર્રફે તખ્તાપલટ કરીને જફરૂલ્લા જમાલીને વડાપ્રધાન બનાવ્યા હતા.
ઇમરાને રવિવારે જાહેરાત કરી હતી કે નાની પાર્ટીઓ અને નિર્દળોનું સમર્થન મેળવવાની તેઓ કોશિશ કરી રહ્યા છે. ઇમરાને એમ પણ કહ્યું હતું કે, ૪૮ કલાકમાં ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના મુખ્યમંત્રીની જાહેરાત કરી દેશે. જે પણ નિર્ણય થશે તે જનતાના હક્કમાં થશે.
સિંધના આતંરિક વિસ્તારોમાં ગરીબીને દૂર કરવી સરકારની પ્રાથમિકતા હશે. શનિવારે પીટીઆઇના સ્પોક્સપર્સન નઇમૂલ હક્કે કહ્યું કે, ઇમરાન ખાન ૧૪ ઓગસ્ટના રોજ શપથ લેશે.
સંસદમાં ઇમરાનને ઘેરવા માટે પીએમએલ-એન અને પીપીપીએ એકસાથે આવવાની જાહેરાત કરી છે. જેને લઇને રવિવારે બંને પાર્ટીઓના નેતાઓની બેઠક થઇ હતી. પીએમએલ-એનના નેતા મુશાહિદ હુસૈન સૈયદે કહ્યું, બંને પાર્ટીઓનું માનવું છે કે, ચૂંટણીના પરિણામો ફેરવાઇ ગયા છે. હવે સરકારને ઘેરવા માટે અમે સંયુક્ત રણનીતિ બનાવીશું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY