ઈન્વેસ્ટ ઇન્ડિયાની નેમ હેઠળ વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૯ માટે સિડનીમાં યોજાયો રોડ શો

0
36

અમદાવાદ,તા.૨૦
આગામી વર્ષે ૧૮થી ૨૦મી જાન્યુઆરી ૨૦૧૯ દરમિયાન યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ માટે વિશ્વના મહત્વના દેશોમાં ગત ૫મી સપ્ટેમ્બરથી રોડ-શો શરૂ થઈ ગયા છે. જેના ભાગરૂપે સિડનીમાં રોડ શો યોજવામાં આવ્યો હતો, અગાઉના વાઈબ્રન્ટ ગુજરાત સમિટની જેમ આ વખતે પણ ૧૨ આઈએએસ અધિકારીની આગેવાનીમાં ડેલિગેશન ગુજરાતમાં વિદેશી રોકાણ આકર્ષણની કવાયત હાથ ધરશે. પ્રત્યેક ડેલિગેશનમાં સાતથી આઠ બિઝનેસમેન પણ સામેલ છે.
આ ઉપરાંત વેલ્સપન ઇન્ડિયાના આગામી બ્લીચીંગ ફેસિલીટી માટે નેધરલેન્ડ ખાતે વેલ્સપન અને નેધરલેન્ડ સ્થિત બીસીઆઈ વચ્ચે રિસાયક્લેબલ ટેક્સટાઈલ માટે એમઓયુ કરવામાં આવ્યા હતાં. આ એમઓયુ એમ.કે દાસની હાજરીમાં કરવામાં આવ્યા હતાં, જે નેધરલેન્ડમાં વાયબ્રન્ટ ગુજરાત ૨૦૧૮નું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે.
વાયબ્રન્ટ ગુજરાત ૨૦૧૯ના ભાગરૂપે વિશ્વભરમાં ભારતને પ્રમોટ કરીને ગુજરાતને ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે રજૂ કરાશે. સાથે સાથે અન્ય બાબતો પર પણ ફોકસ કરવામાં આવશે. જેમાં ગુજરાતમાં એવાં નવાં ક્ષેત્રોમાં રોકાણ આવે જે ગુજરાતના વિકાસમાં વધુ મદદ કરતું હોય. ડેલિગેશનની સાથે ગયેલા ઉદ્યોગપતિ કે અન્ય કંપનીઓ ગુજરાતમાં જાઈન્ટ વેન્ચર કંપની અથવા નવાં જાડાણો કરે તેવા પણ પ્રયત્ન હાથ ધરવામાં આવશે.
આ વખતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૧૮ જાન્યુઆરીથી યોજાશે. રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા નકકી કરેલા કાર્યક્રમ મુજબ ચોથી સપ્ટેમ્બરથી જ રોડ-શો શરૂ કરી દેવામાં આવ્યા છે. જૂદા જૂદા દેશોમાં આ રોડ શો આગામી ઓકટોબર મહિનાના અંત સુધી ચાલશે.
આંતરરાષ્ટ્રીય રોડ-શો બાદ ડોમેસ્ટિક રોડ-શોનું પણ આયોજન કરવામાં આવી રહ્યુ છે. કેન્દ્ર સરકારના ડીઆઈપીપી પણ આ આયોજનમાં કેટલાક અંશે સંકળાયેલી છે. વિદેશમાં ઈન્વેસ્ટ ઇન્ડિયાની ટેગલાઈન હેઠળ ગુજરાતમાં રોકાણ માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY