પાકિસ્તાનમાં દુષ્કર્મની ફરિયાદ કરવા ગયેલી મહિલા પર પોલીસે દુષ્કર્મ આચર્યું..!!

0
8

ઇસ્લામાબાદ,તા.૧૫
પાકિસ્તાનમાં મહિલાઓ પર અત્યાચારોના કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે. કંઈક આવી જ એક ઘટના તાજેતરમાં સામે આવી છે. અહીં એક મહિલા સામૂહિક દુષ્કર્મનો ભોગ બન્યા બાદ ફરિયાદ કરવા પોલીસ મથક પહોંચી હતી. જ્યાં ફરજ પર હાજર અધિકારીએ જ મદદ કરવાને બદલે તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
આ ઘટના ઉછ શરીફ શહેરની છે. મહિલાએ દાવો કર્યો છે કે, પોલીસ ઓફિસર પૂછપરછ કરવાના બહાને તેને તેના ઘરે લઈ ગયો હતો. બાદમાં ઓફિસરે તેના પર હુમલો કર્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ દાવો કર્યો છે કે ઓફિસરે દુષ્કર્મનો વીડિયો પણ ઉતાર્યો છે.
પાકિસ્તાનના એક જાણીતા સમાચારપત્રના જણાવ્યા પ્રમાણે આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે. મહિલા અહમેદપુર પશ્ચિમ ખાતે તેના પર થયેલા સામૂહિક દુષ્કર્મનો કેસ નોંધાવવા ગઈ હતી. મહિલા પર બે લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. મહિલાના જણાવ્યા પ્રમાણે પોલીસ અધિકારીએ તેને ૧૨મી ફેબ્રુઆરીના રોજ સમન્સ પાઠવ્યું હતું અને તેણીનું નિવેદન નોંધવાની વાત કરી હતી.
કેસના સાક્ષીઓની હત્યા નિપજાવવાના બનાવોને લઈને પાકિસ્તાન પોલીસ આજકાલ શંકાના ઘેરામાં છે. જાન્યુઆરી મહિનામાં આતંક વિરોધી ટીમમાં કામ કરી રહેલા અડધો ડઝન જેટલા પોલીસ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ અધિકારીઓએ એક મધ્ય ઊંમરના યુગલ અને તેની ૧૩ વર્ષની દીકરીની હત્યા કરી નાખી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY