પાક.ગધેડાઓની વસ્તીન દ્રષ્ટિએ દુનિયામાં ત્રીજા ક્રમે,૫૩ લાખ પર પહોંચી
ઇસ્લામાબાદ,તા.૧૯
પાકિસ્તાનમાં ગધેડાઓની વસતીમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે પાકિસ્તાન ગધેડાઓની વસતીની રીતે દુનિયામાં ત્રીજા નંબરે પહોંચી ગયુ છે.
રસપ્રદ વાત એ છે કે ચીનને ખુશ કરવા માટે પાકિસ્તાન ગધેડાની વસ્તી વધે તે વાતને પ્રોત્સાહન આપી રહ્યું છે.પાકિસ્તાનના આર્થિક સર્વેક્ષણ રિપોર્ટમાં પણ એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્ય છે કે દેશમાં ગધેડાઓની સંખ્યા વધારવામાં આવી રહી છે. ૨૦૧૭-૧૮ના વર્ષમાં ગધેડાઓની વસતી ૫૩ લાખ પર પહોંચી છે. આમ ગત વર્ષ કરતા ગધેડાઓની વસતીમાં એક લાખનો વધારો થયો છે.
આની પાછળનુ કારણ ચીન છે.ચીનમાં ગધેડાઓની માંગ છે.પાકિસ્તાનમાંથી ગધેડાઓની સૌથી વધારે ખરીદી ચીન કરે છે કારણકે ચીન ગધેડાઓની ચામડીમાંથી જિલેટિન બનાવે છે.આ સિવાય તેના માંસની પણ ચીનમાં ડીમાન્ડ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



