ઇસ્તાંબૂલ,તા.૨૩
ન્યૂઝીલેન્ડની બે મસ્જિદોમાં થયેલા ફાયરિંગ બાદ મુસ્લિમ દેશોએ શુક્રવારે ઇસ્લામને લઇને ફેલાતા ડરની વિરૂદ્ધ વાસ્તિવિક પગલાં ઉઠાવવાની અપીલ કરી હતી. ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કો-ઓપરેશન (OIC)એ સંયુક્ત રાષ્ટ્ર (UN)ને ૧૫ માર્ચને ઇસ્લામોફોબિયા દિવસ જાહેર કરવાની માગણી કરી છે, જેથી લોકોને આ સમસ્યા પ્રત્યે જાગૃત કરી શકાય.
ઇસ્તાંબુલમાં થયેલી બેઠક બાદ ઓઆઇસીના મંત્રીઓએ કહ્યું કે, ઇસ્લામોફોબિયાના કારણે થઇ રહેલી હિંસા વિરૂદ્ધ વાસ્તવિક, વ્યાપક અને વ્યવસ્થિત ઉપાયની જરૂર છે, જેથી સમસ્યાનો ઉકેલ લાવી શકાય.
OICએ કહ્યુ કે, મસ્જિદો પર હુમલા અને મુસ્લિમોની હત્યા ઇસ્લામ વિરૂદ્ધ નફરતના ક્રૂર અને ભયાનક પરિણામો દર્શાવે છે. સંગઠનનું કહેવું છે કે, મુસ્લિમ સમુદાયો, લઘુમતિઓ અથવા ઇમિગ્રન્ટ્સવાળા દેશોને આવા નિવેદનોથી બચવું જાઇએ, જે ઇસ્લામને આતંક, ઉગ્રવાદ અને જાખમ સાથે જોડે છે.
તુર્કીના પ્રેસિડન્ટ રેસેપ તૈયબ અર્દોઆને બેઠક બાદ કહ્યું, માનવીઓએ જે પ્રકારે યહૂદીઓના નરસંહાર બાદ યહૂદી વિરોધી ભાવના વિરૂદ્ધ લડાઇ લડી હતી, તેવી જ રીતે ઇસ્લામ વિરૂદ્ધ પેદા થઇ રહેલા ડર વિરૂદ્ધ પણ પ્રતિબદ્ધતાથી લડવું જાઇએ. આજે અમે ઇસ્લામોફોબિયા અને મુસ્લિમો વિરૂદ્ધ નફરતનો સામનો કરી રહ્યા છીએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





