સોશિયલ મિડિયા પર અંકુશ લગાવવા મોદી સરકાર કાનૂની નિયંત્રણો મૂકવાની તૈયારીમાં

0
92

સરકાર આવતા મહિને આઇટી એકટ હેઠળ નવી માર્ગદર્શિકા જાહેર કરશે
ન્યુ દિલ્હી,તા.૨૩
ભારતના કાયદા હેઠળ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારી વધારવા કેન્દ્ર સરકાર સપ્ટેમ્બરમાં નવી માર્ગરેખા દાખલ કરશે. ટોચના સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર પગલાનો હેતુ સોશિયલ મીડિયા દ્વારા ફેલાતી અફવાઓ અને અન્ય હાનિકારક સમાચારોને ઝડપથી અટકાવવાનો છે. અધિકારીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા સંબંધી માર્ગરેખાનું નોટિફિકેશન કલમ ૭૯ હેઠળ આવશે.
ઉલ્લેખનીય છે કે, વોટ્‌સએપના પ્લેટફોર્મ દ્વારા ફેલાયેલી અફવાઓને કારણે થયેલી હિંસા સામે પગલાં લેવા વોટ્‌સએપને કરેલી તાકીદ સામે મેસેજિંગ કંપનીના નબળા પ્રતિસાદ પછી સરકારે કાયદો કડક બનાવવાની કવાયત હાથ ધરી છે. સૂત્રે જણાવ્યું હતું કે, ‘માર્ગરેખાનો મુસદ્દો તૈયાર છે અને તેની જવાબદારી કાનૂની ફર્મને સોંપવામાં આવી છે. સપ્ટેમ્બર સુધીમાં માર્ગરેખા જાહેર થવાની શકયતા છે.’
પ્રસ્તાવિત માર્ગરેખામાં ગ્લોબલ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા કંપનીઓ માટે ભારતમાં ફરિયાદ અધિકારી નીમવાનું ફરજિયાત બનશે. તેણે ફરિયાદના ગણતરીના કલાકોમાં પ્રતિસાદ આપવો પડશે અને કન્ટેન્ટ માટે જવાબદાર વ્યકિત કે ગ્રૂપને પકડવાની જવાબદારી પણ તેની રહેશે. IT એકટની કલમ ૭૯ હેઠળ ઇન્ટરમીડિયરી માર્ગરેખા ૨૦૧૧માં નોટિફાય કરવામાં આવી હતી.
જેમાં કંપનીઓને વાંધાજનક કન્ટેન્ટ દૂર કરવા ૩૬ કલાકનો સમય આપવાની જાગવાઈ છે. ઉપરાંત, કંપનીએ તેની વેબસાઇટ પર ફરિયાદ અધિકારીનું નામ લખવું પણ જરૂરી છે. જોકે, આ માર્ગરેખાનો કડક અમલ થયો ન હતો. અત્યારે ઇન્ટરનેટ ફર્મ્સ ગૂગલ અને વોટ્‌સએપની માલિક ફેસબૂક ઇન્ટરમીડિયરીઝની કેટેગરીમાં આવે છે. આ કંપનીઓ સંદેશની આપ-લે માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે, પણ માહિતીના સર્જન કે ફેરફારમાં સક્રિય ભૂમિકા ભજવતી નથી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY