ઇન્ડોનેશિયામાં પુર અને ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક ૩૦ને પાર

0
10

જાકાર્તા,તા.૨૯
ઈન્ડોનેશિયાના બેંગકુલુ પ્રાંત અને રાજધાની જકાર્તામાં પુર અને ભૂસ્ખલન કારણે સોમવારે મૃત્યુઆંક ૩૧એ પહોંચ્યો હતો. તેમજ ૧૩ લોકોના ગુમ થયાના સમાચાર સામે આવ્યા હતા.
મળતી વિગત અનુસાર, શુક્રવારે પુર અને ભૂસ્ખલનની ઘટના સર્જાય હતી. હાલની સ્થિતિ અનુસાર ઘટના બાદ પુરના પાણીમાં ઘટાળો જોવા મળ્યો છે, પરંતુ સરકારે સમગ્ર જનતાને સાવચેત રહેવા ચેટવણી આપી છે કારણ કે, હજુ પણ ભારે વરસાદની આગાહી સેવાઇ રહી છે. મહત્વનું છે કે, ઘટના બાદ ૧૨,૦૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. કુલ ૧૮૪ ધર, ૭ શૈક્ષણિક સંસ્થાઓ અને ૪૦ અન્ય જગ્યાઓ નષ્ટ થઈ ગઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY