નાંદોદ ના નાવરા ગામે ગૌચર-પોષક આહારની જમીનમાં પાળા બનાવવા મુદ્દે કલેકટરને ફરીયાદ.

0
141

રાજપીપળા:ગુજરાત રાજયમાં જમીન વિકાસ નિગમનાં એક પછી એક કૌભાંડ બહાર આવી રહ્યા છે.જેથી ભારે વિવાદ ઉઠ્યો છે.હાલ નર્મદા જીલ્લા ના નાંદોદ તાલુકાના નાવરા ગામમાં ગૌચર અને પોષક આહારની જમીનમાં 10 પાળા બનાવવાનાં મામલે ગ્રામજનોએ કલેકટરને ફરીયાદ કરતા કામ અટકાવાયું હોવાનું જાણવા મળ્યું છે.તો બીજી બાજુ આ મુદ્દે અધિકારીઓ પણ ગોળગોળ જવાબો આપી રહ્યા છે.

રાજ્યમાં જમીન વિકાસ નિગમનાં એક બાદ એક બહાર આવેલા કૌભાંડ બાદ નર્મદા જીલ્લામાંથી પણ એક પ્રોજેકટ સામે વિવાદ ઉભો થયો છે.નર્મદા જિલ્લાના નાવરા ગામમાં જમીન વિકાસ નિગમની કચેરી દ્રારા કેંદ્ર સરકારની નેશનલ રીસોર્સ મેનેજમેન્ટ પ્રોજેકટ યોજનાંમાંથી લાખોના ખર્ચે પ્રોજેકટ મંજુર કરવામાં આવ્યો હતો.જેમાં લાભાર્થી ખેડુતોના ખેતરમાં આ કામ કરવાનું થતુ હતુ.જો કે પ્રા.શાળા નાવરાની સામે આવેલ કોતરમાં આવેલી પંચાયતની માલીકીની ગૌચર અને પોષક આહાર પૈકીની રિઝર્વ જમીનમાં એક ખાનગી કોન્ટ્રાકટર દ્રારા 10 મોટા પાળા બનાવી દીધા હોવાની ગ્રામજનોને શંકા ઉપજતા આખરે કલેકટરને ફરીયાદ કરાઈ હતી.

જો કે ગ્રામજનોની ફરીયાદ બાદ કલેકટર દ્રારા તપાસ સોંપાતા જ નાવરા ગામનાં તલાટીએ તુંરત કામ બંધ કરાવી જે તે સમયે આ મામલે કલેકટરને રિપોર્ટ કરી જાણ કરી હતી.આ અંગે તલાટી શુકલ વસાવાએ કાંઇ પણ કહેવાનો ઇનકાર કરીને લેખીતમાં રીપોર્ટ કર્યો હોવાનું રટણ કર્યુ હતુ.જ્યારે નાવરા ગ્રામ પંચાયતનાં ડેપ્યુટી સરપંચ જૈમિન પટેલે જણાવ્યું હતું કે અમે આ કામ અંગે તલાટી પાસેથી ઠરાવની માંગણી કરેલી હતી.જો કે તેનો કોઇ ઠરાવ અપાયો ન હતો તે બાદ જૈમીન પટેલ પણ આ કામમાં કૌભાંડ હોવાનું માની રહ્યા છે.

આ બાબતે જિલ્લા કલેક્ટરનો સંપર્ક કરતા એમણે કાંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.તો જમીન વિકાસ નિગમની કચેરી કેવડીયાનાં મદદનીશ નિયામક એસ.વી.પરૂલકરનો સંપર્ક કરાયો ત્યારે એમની કચેરીએ તાળા જોવા મળ્યા હતા અને અધિકારી પાસે તાપી અને નવસારી જીલ્લાનો ચાર્જ હોવાથી કચેરીમાં હાજર ન હોવાનું કચેરિના અન્ય કર્મીઓએ જણાવ્યું હતું.આ અંગે ફીલ્ડડ સુપરવાાઇઝર જે.ડી.બારૈયાએ જણાવ્યું હતું કે ફરીયાદીએ કરેલ ફરીયાદમાં જણાવેલ જગ્યામાં અમારો કોઇ પણ પ્રોજેકટ ચાલતો નથી.જો કે તે સિવાય કલેકટરને સોંપેલ તપાસ રીપોર્ટમાં જમીન વિકાસ નિગમના અધીકારીએ લેખીતમાં જણાવ્યું હતું કે ગ્રામજનોએ આગ્રહ કરીને કોન્ટ્રાકટર સાથે મળીને સ્મશાનમાં જવાનો રસ્તો બનાવવાનું કામ અમારી જાણ બહાર ચાલુ કરેલું હતું.જે કામગીરી અમારી ન હોય તાત્કાલીક બંધ કરાવી છે.

કોન્ટ્રાકટર દ્રારા ગૌચરની જમીનમાં પાળા ચઢાવી દીધા હોવાનું ધ્યાને આવ્યા બાદ ગત 10 માર્ચે ફરીયાદ થઇ હતી તેમ છતા પણ ૨૫ એપ્રીલ સુધી કોઇ કાર્યવાહી થઇ ન હતી.એક બાજુ તલાટી પોતાનાં તપાસ અહેવાલમાં જમીન વિકાસ નિગમની કચેરી મારફ્તે પાળા યોજનાંનું કામ ચાલતુ હતુ તે બંધ કરાવ્યુ એવા દાવા કરે છે.તો બીજી બાજુ જમીન વિકાસ નિગમનાં અધિકારી તપાસ રીપોર્ટમાં ગ્રામજનો અને કોન્ટ્રાક્ટરે રસ્તો બનાવ્યો છે જેથી અમે કામ બંધ કરાવ્યુ હોવાના દાવા કરી એક બીજાનાં માથે દોષનો ટોપલો ઢોળી રહ્યા છે.પણ ગૌચર અને પોષક આહારની અનામત જગ્યામાં થયેલ કામની તપાસ કોઇ કરતા નથી જેથી તમામ શંકાનાં દાયરામાં આવી ગયા છે.આ બધાની વચ્ચે પ્રજાનાં નાણાનો દુરુપયોગ થઇ રહ્યો છે એ સ્પષ્ટ છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY