જમ્મૂ,તા.૧૪
પાકિસ્તાનમના બાલાકોટમાં ભારતીય વાયૂ દળની એર સ્ટ્રાઇક પછી બોખલાયેલા પાકિસ્તાને અત્યાર સુધી સરહદ પર ૫૧૩ વખત સંઘર્ષવિરામનો ભંગ કર્યો હોવાનો અહેવાલ છે. વિતેલ દોઢ મહિનામાં આ ઘટનાઓમાં વધારો થયો હોવાની માહિતી આપતા આર્મીના સૂત્રોએ જણાવ્યું કે, ભારતીય સેનાએ તેનો યોગ્ય જવાબ આપ્યો છે અને પાકિસ્તાનની બાજુએ ભારત કરતાં વધારે નુકસાન થવા પામ્યું છે.
પાકિસ્તાની આર્મીએ ૧૦૦થી વધુ વાર ભારે મશીનરી જેવી કે મોર્ટાર અને આર્ટિલરીનો ઉપયોગ ભારતીય સરહદમાં નુકસાન પહોંચાડવા માટે કર્યો છે. પાકિસ્તાની આર્મીએ નાગરિકી વિસ્તારમાં તોપગોળા ફેંકિયા છે. વ્હાઈટ નાટ કોર્પ્સના જનરલ ઓફિરસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ પરમજિતસિંઘે રાજારીમાં કહ્યું કે, પાકિસ્તાની સેના સતત અડપલાં કરી રહી છે પણ ભારત તરફથી તેનો યોગ્ય જવાબ આપવામાં આવી રહ્યો છે.
ભારતમાં પાકિસ્તાની સેનાને કારણે કેટલી ખુવારી થઈ તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, ભારત કરતાં પાકિસ્તાનની બાજુએ વધુ ખુવારી થયાનું અમારી જાણમાં છે. તેમણે કહ્યું કે, ભારત કરતાં પાકિસ્તાનમાં છ ગણી ખુવારી નોંધાઈ હોવાનું અમારી પાસે રિપોર્ટ છે. સરહદ પારથી સ્નાઈપરનો ઉપોયોગ કરવા અંગે જનરલ સિંઘે કહ્યું કે, આ પ્રકારના બનાવો છેલ્લા કેટલાક મહિનાથી તેમના ધ્યાનમાં આવ્યા છે. અગાઉ પણ સ્નાઈપર દ્વારા ગોળીબાર કરવાની ઘટનાઓ બનતી હતી પણ બાલાકોટમાં ભારતીય વાયુ દળે સ્ટ્રાઈક કરી તે પછી તેમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે, ૨૭મી ફેબ્રુઆરી સુધી સરહદી વિસ્તારમાં સ્નાઈપરના હુમલાની કોઈ ઘટનાઓ બનતી નહોતી પણ તે પછી તેમાં વધારો થયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



