જમ્મુ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં ૫૩ ટકાનો વધારો થયો : રિપોર્ટ

0
12

જમ્મુ કાશ્મીરમાં ભાજપ અને પીડીપી સરકાર આવ્યા બાદથી મોટી સંખ્યામાં ત્રાસવાદીનો ખાત્મો : ૨૦૧૬થી ૨૦૧૭માં ૨૦૯થી વધુ ત્રાસવાદીનો ખાત્મો
શ્રીનગર, તા. ૧૮
જમ્મુ કાશ્મીરમાં રમઝાનના પવિત્ર મહિના દરમિયાન યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં જ તૈયાર કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે, આતંકવાદી હિંસા અને સંબંધિત બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્રાસવાદી લીડર બુરહાન વાનીના મોત બાદથી જમ્મુ કાશ્મીરમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ પણ માર્યા ગયા છે. ૨૦૧૬માં ૧૩૬ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા જેની સરખામણીમાં ૨૦૧૭માં ૨૦૯ ત્રાસવાદીઓ માર્યા ગયા છે. ૧૬મી મે ૨૦૧૮ના દિવસે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. ઇન્ડિયા સ્પેન્ડ એનાલીસીસ ઓફ જમ્મુ કાશ્મીર પોલીસના ડેટા દર્શાવે છે કે, માર્ચ ૨૦૧૫ બાદથી ત્રણ વર્ષના ગાળામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે સશ† એન્કાઉન્ટરોમાં ત્રણ વર્ષના ગાળા દરમિયાન ૫૩ ટકાનો વધારો થયો છે. સંઘર્ષમાં મોતનો આંકડો ૫૧ ટકા સુધી વધી ગયો છે. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને ભાજપે જમ્મુ કાશ્મીરમાં માર્ચ ૨૦૧૫માં સરકાર બનાવી હતી. ડેટા દર્શાવે છે કે, ત્યારબાદથી હિંસામાં વધારો થયો છે. ડેટામાં જણાવવામાં આવ્યું છે કે, પથ્થરમારા, પેલેટ ગન અને બુલેટથી ઇજાના બનાવમાં પણ વધારો થયો છે. ૨૦૧૨થી ૨૦૧૪ વચ્ચે જવાનો અને ત્રાસવાદીઓ વચ્ચે ક્રોસ ફાયરિંગમાં ૧૨૯ બનાવો બન્યા છે જેમાં ૧૨૭ આતંકવાદીઓના મોત થયા છે. ૬૦ કાશ્મીરી ત્રાસવાદીઓ માર્યા ગયા છે. ૧૦૧ સુરક્ષા જવાન શહીદ થયા છે. આવી જ રીતે ૨૦૧૫થી ૨૦૧૭ દરમિયાન ૨૪૭ એન્કાઉન્ટર થયા હતા જેમાં ૪૩૯ આતંકવાદીઓ માર્યા ગયા છે. ૧૫૬ કાશ્મીરી ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. ૫૩ ટકાનો વધારો એન્કાઉન્ટરમાં થયો છે. ૨૦૧૫થી ૨૦૧૭ દરમિયાન પથ્થર ફેંકવાના ૪૭૯૯ બનાવો બન્યા છે. પથ્થરમારાના બનાવમાં વધારો થતાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ૨૦૧૫થી ૨૦૧૭ના ગાળા દરમિયાન સુરક્ષા જવાનોએ આક્રમક કાર્યવાહી હાથ ધરી છે. ૨૦૧૨થી ૨૦૧૪ વચ્ચે આર્મીએ અંદાજ મુક્યો છે કે, કાશ્મીરમાં ૧૦૦ આતંકવાદીઓ સક્રિય થયેલા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY