વાઈબ્રન્ટ સમિટ ૨૦૧૯માં જેએમસીના ૧૨૫ એમઓયુનો લક્ષ્યાંક પૂર્ણ

0
5

જામનગર,તા.૩૧
જેએમસી દ્વારા વાઈબ્રન્ટ સમિટ ૨૦૧૯માં ૧૨૫ જેટલા એમઓયુ કરવામાં આવ્યા હતા. જેમાં ૧૧ એમઓયુ જેએમસીના હતા. જ્યારે ૧૧૬ એમઓયુ ખાનગી પાર્ટીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત જામનગર મહાનગર પાલિકાએ પોતાનો ૧૨૫ એમઓયુનો લક્ષ્યાંક પૂર્ણ કર્યો હતો.
૧૨૫ એમઓયુમાં મોટા ભાગના બાંધકામ કોમર્શિયલ છે. જયારે શહેરમાં ઓવરબ્રીજ, પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રી આવાસ યોજના સહિતના એમઓયુ કરવામાં આવ્યા છે. આમ, સાથે જ ૧૨૫ એમઓયુનો લક્ષ્યાંક પૂર્ણ કર્યો હતો.
૧૧૬ એમઓયુ પર ખાનગી પાર્ટીઓ પણ બાંધકામ થતા કોમર્શિયલ સહિતના એમઓયુ કરવામાં આવ્યા હતા. આ અંગે મહત્વનું છે કે, આ તમામ એમઓયુ હાલમાં પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા છે. સાથે જ અન્ય શહેરોની જેમ જામનગર પણ પોતાના એમઓયુના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં સફળ રહ્યુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY