કોર્ટ પરિષરમાં આરોપીએ કર્યો હુમલો, પોલીસ કર્મી લોહીલુહાણ

0
25

જામનગર,તા.૫
જામનગરનાં કોર્ટ પરિષદમાં હત્યાનાં આરોપીએ હથકડીથી પોલીસ પર હુમલો કર્યો હતો. જે બાદ પોલીસ કર્મચારીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે હત્યાનાં આરોપીને તારીખ હોવાના કારણે જામનગરની કોર્ટમાં લઇ જવાતો હતો ત્યારે તેણે ચા પીવાનું જવાનું કહ્યું ત્યારે પોલીસે તેની વાત માની ન હતી. પોલીસે તેની વાત ન માનતા આરોપી ઉશકેરાઇ જઇને હાથમાં પહેરેલી હથકડીથી પોલીસનાં માથામાં મારી હતી. જેના કારણે પોલીસ કર્મીનો ચેહરો લોહીલુહાણ બન્યો હતો. જોકે આરોપીનાં મોં પર કોઇ જ ખરાબ કર્યાની અસર પણ ન હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY