પરિણીત યુવાને પ્રેમસંબંધ તોડી નાખતા પ્રમિકા ઉશ્કેરાઇ, પુત્રને કેરોસીન પીવડાવ્યું

0
4

જામનગર,તા.૮
જામનગર નજીક મોટીખાવડીમાં રહેતા હિતેશ રાઠોડના લગ્ન રૂપા સાથે થયા બાદ સંતાનમાં શાયર નામનો ૧૧ વર્ષનો પુત્ર છે. પરંતુ હિતેશને મોટીખાવડીમાં ભંગાર વીણવા આવતી સંગીતા નામની મહિલા સાથે પ્રેમસંબધ બંધાયો હતો. આ વાતની જાણ હિતેશની પત્ની રૂપાને થતા બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. બાદમાં હિતેશે રૂપા સાથે સમાધાન કરીને સંગીતા સાથે પ્રેમસંબંધ તોડી નાંખ્યો હતો. આથી ઉશ્કેરાયેલી પ્રેમિકા સંગીતાએ હિતેશના પુત્ર શાયરને કેરોસીન પીવડાવી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ વાત સંગીતાને ન ગમતા હિતેશને દુષ્કર્મનાં કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી પૈસા પડાવવા માટે માગણી કરી હતી. હિતેશને પરેશાન કરવા ગુરૂવારે સંગીતા, તેની બહેન અનસુયા, લક્ષ્મી સહિત ચાર શખ્સોએ હિતેશના પુત્ર શાયરને કેરોસીન પીવડાવી સળગાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હિતેશના સહિત પરિવારજનોએ શાયરને બચાવી લઇ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. બાદમાં સંગીતા સહિત સાત શખ્સો વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY