૨.૭% સુધી પહોંચી જશે પાકિસ્તાનનો જીડીપી ગ્રોથ : વર્લ્ડ બેન્ક

0
9

જિનિવા,તા.૮
કંગાળીની હાલતમાં પહોંચેલી પાકિસ્તાન સરકારની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઇ રહી ત્યારે વર્લ્ડ બેંકે પાકિસ્તાનના અર્થતંત્રને લઇને જણાવ્યું છે કે, પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની સ્થિતી હજી વધુ બગડશે. નાણાંકિય વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન પાકિસ્તાનની GDP ગ્રોથ ઘટીને ૨.૭% થઇ જશે. તેમજ નાણાંકિય વર્ષ ૨૦૨૦માં મોંઘવારી દર વધીને ૧૩% સુધી પહોંચી શકે છે.
નોંધનિય છે કે, વર્ષ ૨૦૧૭-૧૮માં પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં ૫.૮%નો વધારો થયો હતો જે છેલ્લા ૧૧ વર્ષનો સૌથી ઉંચો દર હતો. વર્લ્ડ બેંક મુજબ આ બાદ બે વર્ષોમાં પાકિસ્તાની અર્થવ્યવસ્થામાં ઘટાડો થશે. વર્લ્ડ બેંકની સાઉથ એશિયા ઇકોનોમિક ફોકસ રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.
વર્લ્ડ બેંકે ચેતવ્યા છે કે, નાણાંકિય વર્ષ ૨૦૧૯માં પાકિસ્તાનમાં મોંઘવારી દર સરેરાશ ૭.૧% અને નાણાંકિય વર્ષ ૨૦૨૦માં વધીને ૧૩.૫% સુધી પહોંચી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સમગ્ર દક્ષિણ એશિયામાં છેલ્લા બે વર્ષમાં નિકાસની તુલનામાં આયાત વધારે થઇ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY