સર જેજે સ્કૂલમાં એડમિશન ન આપતા વાલીઓએ હોબાળો મચાવ્યો

0
13

સુરત,
તા.૮/૫/૨૦૧૮

સર જેજે સ્કૂલમાં સ્ટુડન્ટને એડમિશન ન આપવામાં આવતા વાલીઓ દ્વારા હોબાળો મચાવ્યો હતો. ધોરણ આઠમાંથી નવમા ધોરણમાં આવેલા સ્ટુડન્ટને એડમિશન ન આપવામાં આવતા વાલીઓમાં રોષ જાવા મળી રહ્યો છે.

શાહપોર વિસ્તારમાં આવેલી સર જેજે સ્કૂલમાં વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. ધોરણ ૮માંથી ૯માં આવેલા સ્ટુડન્ટને એડમિશન ન આપવામાં આવતા વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. વાલીઓ પ્રિન્સપાલની ઓફિસમાં ઘસી ગયા હતા. સ્કૂલ દ્વારા એડમિનશ ન આપવા અંગે ઓછા ટકા આવ્યા હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, એડમિશન ન આપવામાં આવેલા સ્ટુડન્ટ કેજીથી જેજે સ્કૂલમાં જ અભ્યાસ કરતા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY