પટના,
તા.૧૦/૪/૨૦૧૮
ચંપારણ સત્યાગ્રહના ૧૦૦ વર્ષ પૂરા થવાના અવસર પર આયોજીત કાર્યક્રમમાં બિહારના સીએમ નીતીશ કુમારે કહ્યું કે વિકાસની સાથે જ દેશમાં શાંતિ અને સદ્ભાવ પણ જરૂરી છે. નીતીશ કુમારે કહ્યું કે સ્વચ્છ અભિયાનની સાથો-સાથ શાંતિ પણ જરૂરી છે. અમે શાંતિ અને સદ્ભાવનાનો સંદેશ આપવા માંગશે, આ અવસર પર મુખ્ય અતિથિ તરીકે પીએમ નરેન્દ્ર મોદી પણ હાજર હતા. મહાત્મા ગાંધીની કર્મભૂમિમાં આયોજીત કાર્યક્રમમાં નીતીશ કુમારના આ સંદેશને રામનવમી પર ભડરેલ સાંપ્રદાયિક હિંસા બાદ ભાજપ-જેડીયુના સંબંધમાં આવેલ તણાવના સંદર્ભમાં પણ દેખાઇ રહ્યાં છે.
નીતીશ કુમારે કહ્યું કે જો ૧૦ થી ૧૫ ટકા લોકો પણ ગાંધીજીના વિચારોને અપનાવી લેશે તો પૂરો વિશ્વાસ છે કે દેશમાં શાંતિ સ્થાપિત થઇ જશે. આજના તણાવ અને હિંસાના માહોલમાં એ ખૂબ જ જરૂરી છે. અમે શાંતિ અને સદ્બાવનાનો સંદેશ આપી, આપણે બધા એકબીજાની ઇજ્જત કરીએ, એ સૌથી વધુ જરૂરી છે. તેનાથી જ દેશ આગળ વધી શકે છે, તણાવ અને ટકરાવથી દેશ આગળ વધી શકશે નહીં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







