પુંજા વંશને ટિકિટ આપતા વિમલ ચુડાસમાએ પક્ષને ચીમકી આપી

0
21

જુનાગઢ,તા.૨૯
જૂનાગઢ લોકસભાની બેઠક પર કોંગ્રેસે ઉનાના ધારાસભ્ય પુંજા વંશની જાહેરાત કરી છે. કોંગી ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન વિમલ ચુડાસમાએ પૂંજા વંશના નામનો વિરોધ કર્યો છે.
પૂંજા વંશ ગત લોકસભાની ચૂંટણીમાં દોઢ લાખ મતોથી પરાજય થયા હતા. અને ફરી હાઇકમાન્ડ દ્રારા સ્થાનિક આગેવાનોને વિશ્વાસમાં લીધા વગર લોકસભાની બેઠક પર પુંજા વંશની જાહેરાત કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં કોળી સમાજનો નવો ચહેરો મુકવામાં નહી આવે તો સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં પક્ષનો ત્યાગ કરશે. તેવી ચીમકી વિમલ ચુડાસમાએ આપી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY