જૂનાગઢના ઈતિહાસમાં પ્રથમ ઘટના, જેલમાં બંધ બુટલેગરે ઉમેદવારી ફોર્મ ભર્યું

0
6

જુનાગઢ,તા.૪
લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે. ગુજરાત સહીત દેશભરમાં ચૂંટણીનો માહોલ જાવા મળી રહ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહીત અપક્ષના જાહેર થયેલા ઉમેદવાર પોતાનું ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે અમદાવદ પૂર્વથી એક કિન્નરે અપક્ષમાં ફોર્મ ભર્યુ છે. જૂનાગઢથી એક આશ્ચર્યજનક સમાચાર આવી રહ્યા છે. જૂનાગઢના ઈતિહાસમાં પ્રથમવાર જેલમાંથી કોઈ બુટલેગરે લોકસભામાથી ઉમેદવારી કરી હોય તેવી પ્રથમ ઘટના બની છે.
જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીએ રાજેશ ચૂડાસમા પર મોહોર મારી છે ત્યારે કોંગ્રેસે પુંજા વંશ પર કળશ ઢોળ્યો છે ત્યારે આ બંન્ને દિગ્ગજ ઉમેદવારોને લડત આપવા માટે એક અપક્ષ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. આ ઉમેદવાર હાલમા જેલમાં છે. જીહા અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર નામચીન બુટલેગર ધીરેન કારીયાએ ઉમેદવારી પત્ર ભર્યું છે. જુનાગઢ ૧૩ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી પત્ર ધીરેન કારીયાએ ભર્યું છે.
જેલમાંથી પોલીસ બંદોબસ્ત સાથે કલેકટર ઓફિસ ખાતે ધીરેન કારીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. તમને જણાવી દઇએ કે, ધીરેન કારીયા હાલ વિદેશી દારૂના કેસમાં જેલ હવાલે છે. ત્યાં જ ધીરેન કારીયા પર હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ તેમજ વિદેશી દારૂના કેસો થયેલ છે. ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેના વિરૂદ્ધ ગુનાઓ નોધાયા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY