જુનાગઢ,તા.૨૭
કેશોદમાં થયેલા તુવેરકાંડમાં કૌભાંડી ભરત વઘાસિયાની વાડીમાંથી શંકાસ્પદ તુવેર મળી આવી છે. હિતરક્ષક સમિતિ દ્વારા રેડ પાડવામાં આવતા મોટા પ્રમાણમાં તુવેરનો જથ્થો મળી આવ્યો હતો. ભરત વઘાસિયાની વાડી મેંદરડા તાલુકામાં આવી છે. ભરતભાઈની વાડીમાંથી જે તુવેરના કટ્ટા મળ્યાં છે તે એમપીના કટ્ટો હોવાનો ઉલ્લેખ છે. કટ્ટા પર સેવા સહકારી સમિતિ સલવાનો ઉલ્લેખ છે અને આ તુવેર એક વર્ષ જૂની હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જા આ સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે.
ખરીદી ઇન્ચાર્જ જે. બી. દેસાઇ, કેલેક્ષ કંપની ગ્રેડર ફૈઝલ શબીર મુગલ, ગોડાઉન મજૂર જયેશ લક્ષ્મણ ભારતી, હિતેષ હરજી મકવાણા જૂનાગઢ, વેપારી ભરત પરસોતમ વઘાસિયા દાત્રાણા, જીજ્ઞેસ બોરીચા હાંડલા, કાનાભાઇ વિરડા માણેકવાડા. આ શખ્સો સંડોવાયેલા હોવાની સંભાવનાં છે.
મહત્વનું છે કે કેશોદ માર્કેટિંગ યાર્ડમાં મગફળી બાદ નાફેડ દ્વારા તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી હતી. જે પૂર્ણ પણ થઇ હોવાથી યાર્ડના શેડમાંથી માલ ટ્રક ભરીને ગોડાઉન સુધી પહોંચતો કરવાની કામગીરી શરૂ કરાઇ હતી. જા કે ૩ ટ્રકમાં અનેક કટાઓમાંથી નબળી તુવેર હોવાનું બહાર આવતા જ તે માલ રિજેક્ટ કરી દેવામાં આવ્યો હતો. ટેકાનાં ભાવે ખરેદેલી ૩૨૪૧ ગુણી કિંમત રૂ.૯૦ લાખનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. પોલીસે ૭ શખ્સો સામે ગુનોં નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



