જૂની લિમિટના નોન ટીપીમાં હવે ગટર-પાણીના કામો થશે

0
11

અમદાવાદ, તા.૨૨
ગત વર્ષ ર૦૦૬માં ઔડાની જૂની લિમિટના વેજલપુર, રાણીપ, બોડકદેવ જેવી કુલ ૧૭ નગરપાલિકાનો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરાયો હતો. જોકે આ જૂની લિમિટના નોન ટીપી વિસ્તારમાં તંત્ર દ્વારા પાણી-ગટર જેવા પ્રાથમિક સુવિધાનાં કામ કરાતાં ન હતાં. પરંતુ હવે શાસકો દ્વારા અગાઉના એક ઠરાવના આધારે નોન ટીપી વિસ્તારમાં પણ પાણી-ગટરનાં કામ હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. જેને પગલે હવે આ વિસ્તારના સ્થાનિક રહીશોને તંત્ર દ્વારા પાણી-ગટરના કામો થવાની આશા જાગતાં રાહત બંધાઇ છે. સ્ટેન્ડિંગ કમિટીના વર્ષ ર૦૧૧-૧રના ઠરાવ નં. ર૮૪ મુજબ તંત્રની નવી લિમિટના પશ્ચિમ અને પૂર્વ અમદાવાદના નવા સમાવિષ્ટ વિસ્તારના જ નોન ટીપી વિસ્તારમાં લોકોની સામાન્ય સુખાકારીના પાણી-ગટરનાં કામ જેએનયુઆરએમ પ્રોજેકટના બજેટ તેમજ અન્ય બજેટ હેઠળ ૧ર મીટર કે તેથી વધુ પહોળાઇના હયાત રસ્તા જ્યારે ટીપી બનાવાય છે ત્યારે ટીપી રસ્તા જાહેર કરવા તેમજ ૧ર મીટર કે તેથી ઓછી પહોળાઇના રસ્તા પર પ્રાથમિક સુવિધાના કામ કોર્પોરેશનના કેપિટલ બજેટમાંથી કરાવી શકાશે. તેમ છતાં વેજલપુર જેવા જૂની લિમિટના નોન ટીપી વિસ્તારમાં મ્યુનિ. તંત્ર દ્વારા પાણી-ગટરનાં કામ કરાવાતાં ન હતાં. આ અંગે વધુ માહિતી આપતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ અને મ્યુનિસિપલ ભાજપના નેતા રાજુ ઠાકોરે જણાવ્યું હતું કે, વર્ષ ર૦૧૧-૧રના જૂના ઠરાવના આધારે ઔડાની જૂની લિમિટના નોન ટીપી વિસ્તારના જાહેર રસ્તા તરીકે ઉપયોગમાં લેવાતા રસ્તાને સાંકળતા પાણી-ગટરના કામ કરવાની તંત્રને તાકીદ કરાઇ છે. અમ્યુકો તંત્રના આ નિર્ણયને પગલે હવે મોડે મોડે પણ ઔડાની જૂની લિમિટના નોન ટીપી વિસ્તારના સ્થાનિક રહીશોને પાણી-ગટરના કામો થવાથી હવે કંઇક અંશે રાહત મળશે.

સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY