સંઘર્ષને ખતમ કરવા માટે આજે મુલાકાત થશે
કાબૂલ,તા.૨૪
અમેરિકા અને તાલિબાન અફઘાનિસ્તાનમાં છેલ્લા ૧૭ વર્ષથી ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરવા માટે સોમવારે ફરી મુલાકાત કરશે. ગયા મહિને કતરની રાજધાની દોહામાં બન્ને પક્ષો વચ્ચે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં તાલિબાન દ્વારા વાયદો કરવામાં આવ્યો હતો કે તે અફઘાનિસ્તાનને આંતરરાષ્ટ્રીય આતંકવાદી સમૂહ માટે સુરક્ષિત જગ્યા બનવા દેશે નહીં.
જ્યારે તાલીબાન દ્વારા કરવામાં આવેલા આ પ્રકારના વાયદા પછી અફઘાનિસ્તાનમાં શાંતિ માટે ચાલી રહેલી ચર્ચાવિચારણામાં સફળતા મળવાની આશા ઉભી થઇ હતી. અમેરિકા દ્વારા વર્ષ ૨૦૦૧માં તાલિબાનને સત્તામાંથી બહાર કર્યા બાદ પહેલીવાર આ રીતે ચર્ચાવિચારણા કરવાનો નિર્ણય લીધો હતો. જાકે અત્યાર સુધી અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની વાપસી અને સંઘર્ષવિરામને લઇને કોઇપણ પ્રકારનો નિર્ણય સામે આવ્યો નથી.
જ્યારે આ વાતચીતને લઇને કોઇપણ જાતની માહિતી જાહેર કરવામાં આવી નથી કે આ બેઠકમાં બન્ને પક્ષ કઇ બાબતોને લઇને ચર્ચા કરશે. આ સીવાય પક્ષ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું નથી કે આ બેઠક કેટલા સમયગાળા સુધી ચાલશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



