ભાવનગર,તા.૨
ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાતા રકત રંજીત બન્યો છે. અધેલાઇ ચોકડી પાસે બે કાર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં ૩ લોકોના કમકમાટીભર્યા મોત નીપજયા હતા. જયારે ૮થી વધુને ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. હાઈ-વે પર મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી. ઘટનાને પગલે સ્થાનિકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. અને ૧૦૮ તેમજ પોલીસે દોડી જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
રાત્રે ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર અઘેલાઈ ચોકડી નજીક બે કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ભાવનગરના ૨૨ વર્ષીય અકરમભાઇ યુનુસભાઇ કુરેશી, ૩૨ વર્ષીય સુરતના સુધીરકુમાર પ્રભાશંકર યાદવ તથા વાઘેલા હરીભાઇ નારાયણભાઇના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયા હતા. જયારે આ ઘટનામાં ૮થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતાં પોલીસ તથા ૧૦૮નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને સ્થાનિકોની મદદથી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે અને ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






