તેલંગાણા,તા.૩૦
એક્ટ્રેસ સની લિયોન પછી હવે કાજલ અગ્રવાલ પણ એક ખેડૂતના ખેતરમાં દેખાઈ રહી છે. હાલમાં જ આંધ્રપ્રદેશના નેલ્લૂર જિલ્લાના એક ખેડૂતે પોતાના ખેતરમાંથી દુર્ભાગ્યોને દૂર કરવા માટે સની લિયોનની તસવીર લગાવી હતી. હવે તેલંગાણાના ખેડૂતો પણ તે જ રસ્તે ચાલી રહ્યા છે.
૩૦ વર્ષના ખેડૂત અનવરે બે એકર ખેતીની જમીન પર પોતાની મનપસંદ એક્ટ્રેસ કાજલ અગ્રવાલના પોસ્ટર લગાવ્યાં છે. અહીં તે શાકભાજીનું વાવેતર કરે છે. તેલંગાણાના સાંગરરેડ્ડી જિલ્લાના કોંડારેડ્ડી બ્લોકના ગોલ્લાપલ્લી ગામમાં આ ખેતર આવેલું છે. આ વિસ્તાર રાજ્યની રાજધાની હૈદરાબાદથી લગભગ ૧૨૦ કિલોમીટરના અંતરે આવેલો છે.
અનવરે જણાવ્યું હતું કે, થોડાક દિવસ પહેલા મેં ખેતરમાં કાજલનો કટઆઉટ લગાવ્યો હતો. અને હું પાકમાં ફેરફાર જોઈ શકું છું. ઘણી મહેનત અને પૈસા ખર્ચ્યા પછી પણ પહેલા મને પાક સુકાઈ જવાના લીધે નુકસાની સહન કરવી પડી હતી. પણ હવે મારો પાક બગડતો નથી.
તેણે વધુમાં જણાવ્યું હતું કે, જોકે મારું ખેતર મેઇન રોડ પર છે, જેના લીધે અહીંથી પસાર થતા દરેક લોકોની નજર ખેતર પર પડે છે. લોકોનું કહેવું છે કે, મને લાગે છે કે સતત થઈ રહેલા નુકસાનનું કારણ ખરાબ દ્રષ્ટિ છે. તેણે આશા રાખી છે કે, ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં જ્યારે પાક તૈયાર થઈ જશે, ત્યારે તેમને વધુ નફો થવાની આશા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






