વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઇકના પુરાવા યોગ્ય સમયે રજૂ કરાશેઃ હરદીપ સિંઘ

0
32

કાનપુર,તા.૪
કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંઘે કાનપુરમાં બોલતાં કહ્યું કે પુલવામા હુમલાના પગલે ભારતીય હવાઇ દળે કરેલી એર સ્ટ્રાઇકના પુરાવા અમે યોગ્ય સમયે રજૂ કરીશું. હાલ ખૂબ સંવેદનશીલ સમય ચાલી રહ્યો છે એટલે હાલ પુરાવા રજૂ કરી શકાય એવી સ્થિતિ નથી.
તેમણે કહ્યું કે તમને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વ્યકિતગત મતભેદ હોઇ શકે છે. પરંતુ દેશહિતને ધ્યાનમાં રાખીને આવી સંવેદનશીલ બાબતના પુરાવા માગવા જાઇએ.
કોંગ્રેસના એક સમયના બોલકા નેતા મધ્ય પ્રદેશના દિગ્વિજય સિંહે તાજેતરમાં મિડિયા સાથેની વાતચીત દરમિયાન ભારતીય હવાઇ દળે પાકિસ્તાની કબજા હેઠળના કશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદી તાલીમ શિબિર પર કરેલા હુમલાના પુરાવા માગ્યા હતા. એ સંદર્ભમાં બોલતાં હરદીપ સિંઘે કહ્યું કે આવા પુરાવા માગનારા લોકોને દેશદ્રોહી ગણવા જાઇએ. એ લોકોને આતંકવાદીઓની જેટલી ચિંતા છે એટલી ભારતીય લશ્કરના જવાનોની જણાતી નથી.
તેમણે વધુમાં કહ્યું કે કેન્દ્રમાં મનમોહન સિંઘની સરકાર દસ વર્ષ હતી. કદી પાકિસ્તાનના આતંકવાદી હુમલાનો જવાબ આ સરકારે આપ્યો નહોતો. અત્યારે અમારી સરકાર છે જેણે આ બીજીવાર સ્ટ્રાઇક કરી હતી. પહેલીવાર ઊરી હત્યાકાંડ વખતે ભારતીય લશ્કરે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. ત્યારે પણ કોંગ્રેસે પુરાવા માગ્યા હતા. આ માગણી માત્ર બેહૂદી જ નથી, એમાં દેશદ્રોહની બદબૂ આવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY