પાક.ખેલાડીઓ ભારત સામેની મેચ બાદ પત્નીઓને સાથે રાખી શકશે

0
1

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો નિર્ણય
કરાચી,તા.૨૬
પાકિસ્તાન ક્રિકેટ બાર્ડ (પી. સી. બી.)ઈંગ્લેન્ડમાં રમાનારા આગામી વર્લ્ડ કપમાં પોતાના ખેલાડીઓને તેઓના કુટુંબીજનોને સાથે રાખવાની છેવટે પરવાનગી બક્ષી છે, પણ તેઓ ૧૬મી જૂને ભારત વિરુદ્ધની મેચ પછી જ આમ કરી શકશે.
ક્રિકેટ બાર્ડે તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની પાંચ વન-ડે મેચની શ્રેણી દરમિયાન પોતાના ખેલાડીઓને કુટુંબીજનોને સાથે રાખવાની પરવાનગી આપી હતી, પણ કેપ્ટન સરફરાઝ અહમદે ગયા મહિને કરેલી આવી જ વિનંતીને વર્લ્ડ કપ માટે નકારી કાઢી હતી. પી. સી. બી.ના સત્તાધીશોના કહેવા પ્રમાણે પાકિસ્તાની ખેલાડીઓ ૧૨મી જૂને આૅસ્ટ્રેલિયા સામેની મેચ પછી પોતાની પત્ની અને સંતાનોને સાથે રાખવા ઈચ્છતા હતા.
ક્રિકેટ બાર્ડે પરવાનગી ન આપવાના પોતાના અગાઉના નિર્ણયમાં વર્લ્ડ કપની અન્ય ટીમોના માર્ગે ચાલી ફેરફાર કરતા મંજૂરી બક્ષી હતી. પી. સી. બી.એ આ અગાઉ ફક્ત બે ખેલાડી હેરીસ સોહેલ અને આસિફ અલીને પોતાની પત્ની અને બાળકોને સાથે રાખવાની પરવાનગી આપી હતી. આસિફની પુત્રી કેન્સરના રોગની અમેરિકામાં સારવાર લેતા અવસાન પામી હતી અને તેને પોતાની પત્નીને સાથે રાખવાની ખાસ સંજાગમાં પરવાનગી અપાઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY