એર સ્ટ્રાઈકથી ડર્યા પાક. કલાકારો, કહ્યું ‘યુદ્ધ કરવું મૂર્ખતા’

0
7

કરાંચી,તા.૨૭
ઇન્ડિયન એરફોર્સે ૨૬ ફેબ્રુઆરીની સવારે ૩.૩૦ વાગ્યે પાકિસ્તાનનાં બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા. આતંકીઓનાં ૧૩ ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરીને ભારતીય વાયુસેનાએ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા ૪૦ જવાનોનો બદલો લઇ લીધો છે. ભારતની આ કાર્યવાહી બાદ દેશમાં જશ્નનો માહોલ છે, તો પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે. બંને દેશોની સીમાઓ પર તણાવની સ્થિતિ છે. સોશિયલ મીડિયા પર આને યુદ્ધની શરૂઆત માનવામાં આવે છે. આવા સમયમાં સેનાની બહાદૂરીને બોલીવુડમાંથી સલામ આપવામાં આવી રહી છે.
શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘રઈસ’માં જાવા મળેલી માહિરા ખાને ટ્વિટ કરીને કહ્યું કે, ‘આનાથી ખરાબ કંઇ નથી. યુદ્ધ કરવું સૌથી મોટી મૂર્ખતા છે. સમજદાર બનો. પાકિસ્તાન જિંદાબાદ.’ માહિરા ખાને આ ટ્વિટ પાકિસ્તાની લેખિકા અને પૂર્વ પાક પ્રધાનમંત્રી જુલ્ફિકાર અલી ભુટ્ટોની દીકરી ફાતિમા ભુટ્ટોની ટ્વિટ પર કામેન્ટ કરી. ફાતિમાએ ટ્વિટમાં લખ્યું હતુ, ‘આનાથી વધારે ખરાબ કંઇ ના હોઇ શકે કે લોકો યુદ્ધ માટે ચીયર કરી રહ્યા છે.’
માહિરા ખાન ઉપરાંત ફિલ્મ ‘સનમ તેરી કસમ’માં જાવા મળેલી એક્ટ્રેસ માવરા હોકેને કહ્યું કે, ‘યુદ્ધમાં કોઇ વિજેતા નથી થતુ. આ સમય છે માણસાઈ સમજવાનો. મીડિયાએ આ જવાબદારી ઉઠાવવી જોઇએ કે વાતને યોગ્ય રીતે રાખે. આ આપણે જવાબદારી છે કે આપણે શાંતિ બનાવેલી રાખીએ. હંમેશા શાંતિની પ્રાર્થના કરું છું.’

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY