કરાંચી,તા.૫
અબુ ધાબી ખાતે ન્યૂ ઝિલૅન્ડ સામે રમાયેલી ત્રીજી અને અંતિમ મૅચની પ્રથમ ઈનિંગમાં ફરી નિષ્ફળ ગયેલા પાકિસ્તાનના બૅટ્સમેન મહમ્મદ હાફિઝે ટૅસ્ટક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
પંચાવનમી ટૅસ્ટ રમી રહેલો હાફિઝ મૅચના બીજે દિવસે શૂન્ય રને આઉટ થયા બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી. છેલ્લા બે અઠવાડિયાથી હું નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો હતો એમ જણાવતાં તેણે કહ્યું હતું કે મર્યાદિત આૅવરની ક્રિકેટ મૅચ રમવાનું હું ચાલુ રાખીશ.
આ મારો અંગત નિર્ણય છે અને કોઈપણ પ્રકારના દબાણ વિના મેં આ નિર્ણય લીધો છે, એમ તેણે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું. ૩૮ વર્ષના હાફિઝે વર્ષ ૨૦૦૩માં બંગલાદેશ સામે ટૅસ્ટક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. હાફિઝ ૫૪ ટૅસ્ટ, ૨૦૩ વન ડે અને ૮૯ ટી-૨૦ મૅચ રમ્યો છે. ટૅસ્ટમાં હાફિઝે ૧૦ સદીની મદદથી ૩૮.૩૫ની સરેરાશથી ૩૬૪૪ રન બનાવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





