૩૦ જૂનથી દિલ્હી મેટ્રોના ૯ હજાર કર્મચારી અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરશે

0
76

ન્યુ દિલ્હી,તા.૨૮
દિલ્હી મેટ્રોના કર્મચારી પોતાની માગોને લઈને ૧૯ જૂનથી જ હાથ પર કાળી પટ્ટી બાંધીને સાંકેતિક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
મેટ્રોના વહીવટીતંત્ર તરફથી કોઈ જવાબ ના મળવાથી કર્મચારીઓએ તમામ સુવિધાઓને છોડવા અને પોતાની ફરજ દરમિયાન ભૂખ્યા રહેવાનો નિર્ણય લીધો છે.
વિરોધ પ્રદર્શન ગત ૨૫ જૂનથી ચાલી રÌš છે. વિરોધ દરમિયાન કર્મચારીઓએ જુદા-જુદા પ્લેટફોર્મ પર શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન પણ કર્યું.
ફરજ દરમિયાન મળનારા આરામ કરવાના સમયે કર્મચારી રેસ્ટરૂમની જગ્યાએ પ્લેટફોર્મ પર પ્રદર્શન કરી રહ્યા છે. ભીષણ ગરમીના કારણે કેટલીક મહિલા કર્મચારીઓની તબિયત પણ ખરાબ થઈ ચૂકી છે.
માગોને લઈને પ્રદર્શનકારીઓએ ૨૯ જૂનથી ભૂખ હડતાળ અને ૩૦ જૂનથી અનિશ્ચિતકાળની સેવા હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. કર્મચારી પરિષદનું કહેવુ છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન કોઈ પણ ઘટના અને મુસાફરોની અસુવિધા માટે દિલ્હી મેટ્રો વહીવટીતંત્ર જવાબદાર રહેશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY