ગૂગલે લોબીઈંગ પર ગત વર્ષ રેકોર્ડ ૧૫૧ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો

0
7

કેલિફોર્નિયા,તા.૨૩
ટેક કંપની ગૂગલે ગત વર્ષે(૨૦૧૮)માં અમેરિકામાં લોબીઈંગ પર ૧૫૦.૫૨ કરોડ રૂપિયા (૨.૧૨ કરોડ ડોલર અને ફેસબુકે ૮૯.૬૦ કરોડ રૂપિયા(૧.૨૬ કરોડ ડોલર)નો ખર્ચ કર્યો છે. આ બંને કંપનીઓએ લોબીઈંગ પર અત્યાર સુધીમાં સૌથી વધુ ખર્ચ કર્યો છે. અમેરિકાની સંસદમાં મંગળવારે આ આંકડો રજૂ કરવામં આવ્યો હતો. અગાઉ ગૂગલે ૨૦૧૨માં રેકોર્ડ ૧૨૯.૩૬ કરોડ રૂપિયા અને ફેસબુકે ૨૦૧૭માં રેકોર્ડ ૮૧.૭૨ કરોડ રૂપિયા(૧.૧૫ કરોડ ડોલર)નો ખર્ચ કર્યો હતો.
વર્ષ ૨૦૧૭ની સરખામણીમાં ગૂગલે ૨૦૧૮માં લોબીઈંગ પર ૧૭.૫ ટકા વધુ ખર્ચ કર્યો હતો. ફેસબુકનો ખર્ચ ૯.૬ ટકા વધુ રહ્યો હતો. ઓક્ટોબર-ડિસેમ્બરના ત્રિમાસિકમાં ગૂગલે ૩૪.૭૯ કરોડ રૂપિયા(૪૯ લાખ ડોલર) અને ફેસબુકે ૨૦.૦૩ કરોડ રૂપિયા (૨૮.૩ લાખ ડોલર)નો ખર્ચ કર્યો હતો.
ગત વર્ષે ગૂગલ અને ફેસબુકને ઘણાં વિવાદોનો સામનો કરવો પડ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે આ કારણથી બંને કંપનીઓએ લોબીઈંગ પરના ખર્ચમાં વધારો કર્યો છે.
ગત વર્ષે માર્ચમાં પ્રકાશમાં આવેલા ડેટા લીક વિવાદ(કેબ્રીજ એનાલિટિકા)ના કારણે ફેસબુકની ખૂબ જ ટીકા થઈ હતી. તેના બિઝનેસ અને શેરમાં પણ ઝડપી ઘટાડો આવ્યો હતો. ડેટા ફર્મ કેબ્રિજ એનાલિટાકાએ ફેસબુકના ૫ કરોડ યુઝરના પ્રાઈવેટ ડેટા પ્રાપ્ત કરી લીધા હતા. ફેસબુકને આ વાતની માહિતી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY