લોકો કપડાં પહેરશે જ, કેટલાંક મોડલો ઓછા કપડાં પહેરશેપ
અમદાવાદ,તા.૪
કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ ગ્લોબલ સમિટમાં ભાગ લેવા અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેમણે ટેક્સટાઈલ સેકટરના વિકાસ અંગેની વાત કરતાં એવી વાત કરી હતી કે સાંભળનારા સ્તબ્ધ થઈ ગયા. સુરેશ પ્રભુએ કહ્યુ હતું કે, ” લોકો કપડાં પહેરશે જ, કેટલાંક મોડલો ઓછા કપડાં પહેરશેપ સુરેશ પ્રભુએ આમ શાથી કહ્યુ. લોકો તો કપડાં પહેરે છે ને પહેરશે જ પણ આવું સુરેશ પ્રભુએ કેમ કહ્યુ તે ચર્ચાનો વિષય બન્યો છે. જા કે સુરેશ પ્રભુએ વાત આગળ વણી લેતા કહ્યુ હતું કે દેશના ય્ડ્ઢઁ વધારો કરવા માટે ટેક્સટાઈલ ક્ષેત્રનો વિકાસ જરૂરી છે. આગામી દિવસોમાં ટેકસટાઈલ સેકટર પ્રગતિ કરશે. આવા કાર્યક્રમો થવા જાઈએ. આવા કાર્યક્રમથી ખેડૂતોની આવક બમણી કરી શકાશે.
તેમણે આ પ્રસંગે દાળની નિકાસ અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યુ હતું કે પહેલા દાળની આયાત થતી હતી. હવે નિકાસ કરીએ છીએ. આમ ખેતી ક્ષેત્ર વધુંને વધું સુદ્રઢ થતું જાય છે. આનો લાભ ખેડૂતોને મળશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"